ગાંધીનગર: આ બાબતે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સંક્રમણ વધુ હોવાના કારણે અને લોકડાઉન સંપૂર્ણ પાલન ન થવાના કારણે કરફ્યૂ મૂકવાની ફરજ પડી છે. જેમાં આજે રાત્રે ૧૨ વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવામાં આવશે. આ વિસ્તારમાં પાંચ હજાર જેટલી જનસંખ્યા કર્ફ્યુ હેઠળ આવશે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારની બાજુમાં આજીડેમ પાસે આઠ ઘોડે સવારની ટીમ મૂકવામાં આવી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ત્રણ જેટલી એસઆરપીની કંપની મૂકવામાં આવી છે. અમદાવાદમાં કર્ફ્યુના ઉલ્લંઘન બાબતે 74 ગુનાઓ નોંધીને 83 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સુરતમાં કર્ફ્યુ ભંગના 26 ગુનો નોંધીને 26 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ફ્યુ જેવા વિસ્તારોમાં અને સીસીટીવીનો ઉપયોગ કરીને પણ ગુના નોંધવામાં આવ્યાં છે. જેમાં સુરતમાં કર્ફ્યુ ભંગના ગુનાઓ ડ્રોન થી સર્વેલન્સ કરવામાં આવ્યાં હતાં.