ગાંધીનગરગુજરાત રાજ્ય શિક્ષણ એક વિભાગ (Gujarat State Education Department) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી ડિસેમ્બર મહિનાથી જ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રે રાજ્યના શિક્ષણ પ્રધાન ડો. કુબેર ડિંડોરે (Education Minister Dr Kuber Dindor) સોશિયલ મીડિયામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરી હતી જેમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ (Gujarat Board Exam 2023 schedule declared) થશે. જ્યારે તમામ પેપરમાં એક રજા પણ (Gujarat Board Exam 2023 schedule declared) આપવામાં આવી છે.
ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 વાગ્યા સુધી લેવાશે. 14 માર્ચે ગુજરાતી, 16 માર્ચે ગણિત, 17 માર્ચે બેઝિક ગણિત, 20 માર્ચે વિજ્ઞાન, 23 માર્ચે સામાજિક વિજ્ઞાન, 25 માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા, 27 માર્ચે ગુજરાતી દ્વિતીય ભાષા, 28 માર્ચે હિન્દી દ્વિતીય ભાષાની પરીક્ષા (Gujarat Board Exam 2023 schedule declared) લેવાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમઆ વિદ્યાર્થીઓની પરીક્ષાનો (Gujarat Board Exam 2023 schedule declared) સમય બપોરે 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો હશે. 14 માર્ચે ભૌતિક વિજ્ઞાન, 16 માર્ચે રસાયન વિજ્ઞાન, 18 માર્ચે જીવ વિજ્ઞાન, 20 માર્ચે ગણિત, 23 માર્ચે અંગ્રેજી પ્રથમ ભાષા, 23 માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા અને 25 માર્ચે ગુજરાતી પ્રથમ ભાષાની પરીક્ષા લેવાશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમઆ વિદ્યાર્થીઓની પરીક્ષાનો (Gujarat Board Exam 2023 schedule declared) સમય બપોરે 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો હશે. 14 માર્ચે એકાઉન્ટ, 15 માર્ચે તત્વજ્ઞાન, 16 માર્ચે આંકડાશાસ્ત્ર, 17 માર્ચે અર્થશાસ્ત્ર, 18 માર્ચે ભૂગોળ, 20 માર્ચે સામાજિક વિજ્ઞાન, 20 માર્ચે વાણિજ્ય વ્યવસ્થા, 21 માર્ચ દ્વિતીય ભાષા, 23 માર્ચે મનોવિજ્ઞાન, 24 માર્ચે પ્રથમ ભાષા, 25 માર્ચે હિન્દી દ્વિતીય ભાષા, 27 માર્ચે કોમ્પ્યુટર પરિચય, 28 માર્ચે સંસ્કૃત પરિચય અને 29 માર્ચે રાજ્યશાસ્ત્ર વિષયની પરીક્ષા (Gujarat Board Exam 2023 schedule declared) લેવાશે.
આ પણ વાંચોCBSE 2023: બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 10-12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી
17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષારાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat State Education Department) તરફથી મળતી માહિતી પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 12માં કુલ મળીને 17,00,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાઈ ચૂક્યા છે. ને હજી પણ આ કાર્યવાહી શરૂ છે. ત્યારે ધોરણ 10માં 10 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંદાજિત 5.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં (Gujarat Board Exam 2023 schedule declared) નોંધણી કરાવી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કુલ 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જ્યારે હજી સત્તાવાર આંકડો પરીક્ષાના અમુક દિવસ પહેલા શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવશે.