ગાંધીનગર:ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન બન્યા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કર્યું છે. ગઈકાલે મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી 10:00 આસપાસ 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે ETV Bharat દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલી તીવ્રતાનો આંચકો સહન કરી શકે તે બાબતે સિસ્મોલોજીકલ રિસર્ચના અધિકારી સાથે વાત કરી છે.
આ પણ વાંચોઃફરી ધ્રૂજી કચ્છની ધરા, આ વખતે આવ્યો 3.2ની તીવ્રતાનો ભૂકંપ
શું કહ્યુંસિસ્મોલોજીકલવિભાગે - સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા ભૂકંપ (Tremor near Statue of Unity )બાદ ભારત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અધિકારી સંતોષ કુમારે ટેલીફોનિક વાત ચિત કરતા જણાવ્યું હતું કે( 3 point 1 magnitude tremor near Statue of Unity in Gujarat)રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે વિભાગ દ્વારા તે બાબતની તપાસ અને રીસર્ચ પણ કરવામાં આવી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડિઝાઇન પણ સિસ્મોલોજી વિભાગ દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઇનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 6.50 થી 7 ની તીવ્રતા સુધીનો સહન કરી શકે છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જે જગ્યાએ વધુ પડતો ભૂકંપ આવે છે તે જગ્યાએ જ બનાવવામાં આવ્યો છે પરંતુ બન્ને ભૂકંપ પ્રૂફ બાંધકામ કરવામાં આવ્યું છે.