ગુજરાત

gujarat

ETV Bharat / state

વાહન વ્યવહાર વિભાગની કામગીરી બની વધુ સરળ, ઓનલાઈન પ્રક્રિયા પર વધારે જોર આપ્યું

ગાંધીનગર: રાજ્યમાં જે રીતે વાહનોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે નાગરિકોને વાહન વ્યવહારની સેવાઓ સત્વરે મળી રહે તે માટે ટેકનોલોજીના ઉપયોગ થકી તમામ સેવાઓને વધુ સરળ બનાવાઈ છે.

વાહન વ્યવહાર વિભાગની કામગીરીને સરળ કરાઈ

By

Published : Jul 18, 2019, 7:39 PM IST

વાહન વ્યવહારની સેવાઓ સરળ બની રહે તે માટે આરટીઓ અને લાયસન્સને લાગતી તમામ સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જ્યારે વધારે વાહનોની સંખ્યાથી પ્રદુષણ થઈ રહ્યું છે ત્યારે તેમાં ઘટાડો માટે રાજ્ય સરકાર અમદાવાદ- ગાંધીનગર બન્ને શહેરો વચ્ચે 55 ઈલેકટ્રીક બસો તથા વિવિધ જીલ્લામાં પોઇન્ટ 3 સર્વિસ તરીકે 250 સી.એન.જી. બસો સંચાલનમાં મૂકાશે.

પ્રદુષણ નિયંત્રણ માટે સરકાર અનેક નિર્ણયો લઈ રહી છે, ત્યારે તેને લઈને રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુ એ જણાવ્યું હતું કે, રાજયની આર.ટી.ઓ કચેરીમાં દૈનિક 50 હજારથી વધુ લોકો વિવિધ સેવાઓ માટે મુલાકાત લે છે. જેમાં વાહન સંબંધિત-48 તથા લાયસન્સ સંબંધિત 32 મળી કુલ -80 સેવાઓ આર.ટી.ઓ કચેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેમાં ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઈન સેવા કરવામાં આવી છે. ટૂંક સમયમાં હાયપોથીફીકેશન કરેલની 6 સેવા પણ ઓનલાઇન કરવામાં આવશે. રાજયમાં 22 કચેરીમાં આવા ટ્રેક કાર્યરત છે અને નવી 14 કચેરીમાં આવા નવા ટ્રેકોનું નિર્માણ કરવામાં આવશે.

રાજયના નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 128 ડેપો તથા 226 બસ સ્ટેશન દ્વારા 8309 બસો થકી દૈનિક 33 લાખ કિ.મી.નું સંચાલન કરીને 99 ટકા ગ્રામ્ય વિસ્તારને આવરી લેવાયા છે. મુસાફરોને ઓન લાઇન બુકીંગ થકી ઘરે બેઠા રીજર્વેશન માટે ઈ-બુકીંગ ફ્રેન્ચાયસી બુકીંગ સહિત કાઉન્ટર બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે.

ABOUT THE AUTHOR

...view details