ગાંધીનગર: સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 262, વડોદરામાં 18, સુરતમાં 29, ગાંધીનગર 10, ભાવનગર 2, રાજકોટ 2, અરવલ્લી 1, મહીસાગર 3, ખેડા 4, પાટણ 4, સાબરકાંઠા 7, ભરૂચ 4, કચ્છ 21, મહેસાણા 5, સુરેન્દ્રનગરમાં 5, તાપી 1, છોટા ઉદેપુર 1,બનાસકાંઠા 3, ગીર સોમનાથ 3, જૂનાગઢ 3 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 395 કેસ નોંધાયા
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઇરસ અટકવાનું નામ લેતો નથી. તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યા રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 395 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 12141 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 239 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ 395 કેસ નોંધાયા
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે જેને લઇને રાજ્યનો કુલ આંકડો 12141 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 8945 કેસ થાય છે.