ગાંધીનગર: દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરવા માટેની જવાબદારી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પર છે. શિવાનંદ ઝા 30 એપ્રિલે નિવૃત થવાના હતાં, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ 3 મહિનાનું એકટેનશન આપવામાં આવ્યું છે. જેથી હવે જુલાઈ 30 તારીખે શિવાનંદ ઝા નિવૃત થશે.
શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સ્ટનશન, 30 જુલાઈએ થશે નિવૃત્ત - Gandhinagar
ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરવા માટેની જવાબદારી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પર છે. શિવાનંદ ઝા 30 એપ્રિલે નિવૃત થવાના હતા, પરંતુ લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ 3 મહિનાનું એકટેનશન આપવામાં આવ્યું છે.
સૂત્રો મુજબ તો રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કોઈ પણ એક્ટેનશન માટેની અરજી કરી નહોતી. તેમજ શિવાનંદ ઝાનું કોઈ પ્રકારનું એક્સ્ટનશન લેવાનું આયોજન પણ નહોતું, પણ જે રીતે રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને કડક અમલવારીની જવાબદારી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઝાને વધુ 3 મહિનાનું એકટેનશન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શિવાનંદ ઝા કેન્દ્રીય પ્રધાન અમિત શાહના વિશ્વાસુ હોવાને કારણે પણ રાજ્યને વધુ 3 મહિના સુધી સુરક્ષિત રાખવાની જવાબદારી રાજ્યના પોલીસ વડા તરીકે શિવાનંદ ઝાને આપવામાં આવી હોય તેવું બની શકે.