ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધ્વજવંદન કર્યા બાદ ગુજરાતની ગાથાની વાત કરતા ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં અમુક વર્ષોથી જે પ્રોજેક્ટને મહત્વની જાહેરાતોને વાગાળી હતી. આ સાથે જ રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે કરેલા મહત્વના નિર્ણયો જેવા કે, દિવસે વીજળી સિંચાઇ માટેનું પાણી, વન બંધુઓ માટે પોતાની જમીન તથા કોરોના કાળ દરમિયાન વેપાર રોજગાર ફરીથી ઉભા કરવા માટે 14000 કરોડની આર્થિક સહાય, જેવા રાજ્ય સરકારના મહત્વના નિર્ણયને પ્રજાલક્ષી નિર્ણય અને પ્રજા માટે નિર્ણય કહીને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન 15 લાખથી વધુ પરપ્રાંતીયોને પોતાના પરિવારજનોને મળવા માટે રાજ્ય સરકાર દ્વારા જે સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ અંગે પણ સંબોધન કર્યું હતું.
છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ: CM રૂપાણી - ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક
દેશના 74મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે રાજ્ય કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે રાખવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરીને ગુજરાત રાજ્યની તમામ જનતા વતી આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગુજરાતના છેવાડા સુધી રાજ્ય સરકાર સેવાઓ અને સુવિધાઓ આપવા કટિબદ્ધ હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાનું સંકટ છે, ત્યારે કોરોના કાળથી શરૂઆતના દિવસોથી મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલમાં કાર્યરત લોકોએ કોરોના કાળ દરમિયાન દેશ સેવા અને પોતાની ફરજ નિભાવી છે, તેવા કોરોના વોરિયર્સને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સન્માન કર્યું હતું. કાબો શાખા વિશિષ્ટ સન્માન સાથે તેઓને સન્માન પત્ર પણ રાજ્ય સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે રાજ્ય સરકારનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ગણતરીના કલાક પૂરતો જ યોજાયો હતો. આ સાથે જ ગણતરીના જ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ ફરજિયાત પહેરવાનો અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સને ફોલો કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, Etv ભારત દ્વારા 15મી ઓગસ્ટ કેવી રીતે ઉજવાશે. આ અંગેનો વિશિષ્ઠ અહેવાલ પણ રજૂ કર્યો હતો. તેવી જ રીતે રાજ્ય સરકારે 15 ઓગસ્ટની ઉજવણી કરીને સરકારે પણ ઈટીવી ભારતના એહવાલ પર મહોર મારી છે.