ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર પ્રતિ ઈ-સ્ટેમ્પ પેપર દીઠ રૂપિયા 10/- લેખે કમિશન ચૂકવશે: કૌશિક પટેલ - kaushik patel

મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને રાજયમાં ઈ-સ્ટેમ્પીંગની સુવિધા માટે કાર્યરત ઓર્થોરાઇઝ્ડ કલેકશન સેન્ટર (એ.સી.સી.) દ્વારા તેઓને મળતા કમિશનમાં વધારો કરવા માટે મળેલી રજૂઆતોને ધ્યાને લઈને ઈ-સ્ટેમ્પીંગ માટે ઓર્થોરાઇઝ્ડ કલેકશન સેન્ટર (એ.સી.સી.)ને 0.15% કમિશન ઉપરાંત રાજય સરકાર દ્વારા પ્રતિ ઈ-સ્ટેમ્પ દીઠ રૂપિયા 10/- લેખે કમિશન ચૂકવશે.

રાજ્ય સરકાર પ્રતિ ઈ-સ્ટેમ્પ પેપર દીઠ રૂા.10/- લેખે કમિશન ચૂકવશે: કૌશિક પટેલ
રાજ્ય સરકાર પ્રતિ ઈ-સ્ટેમ્પ પેપર દીઠ રૂા.10/- લેખે કમિશન ચૂકવશે: કૌશિક પટેલ

By

Published : Mar 23, 2020, 5:20 PM IST

ગાંધીનગરઃ વિધાનસભા ખાતે નિયમ 44 હેઠળ રાજ્યના મહેસુલપ્રધાન કૌશિક પટેલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને રાજયમાં ઈ-સ્ટેમ્પીંગની સુવિધા માટે કાર્યરત ઓર્થોરાઇઝ્ડ કલેકશન સેન્ટર (એ.સી.સી.) દ્વારા તેઓને મળતા કમિશનમાં વધારો કરવા માટે મળેલ રજુઆતોને ધ્યાને લઈને ઈ-સ્ટેમ્પીંગ માટે ઓર્થોરાઇઝ્ડ કલેકશન સેન્ટર (એ.સી.સી.) ને 0.15% કમિશન ઉપરાંત રાજય સરકાર દ્વારા પ્રતિ ઈ-સ્ટેમ્પ દીઠ રૂપિયા 10/- લેખે કમિશન ચૂકવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કરેલો છે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ઇ-સ્ટેમ્પીંગથી સ્ટેમ્પ પેપર વેચાણમાં સલામતી સુવિધાને કારણે છેતરપિંડી, ગેરરીતિ અટકાવી પારદર્શકતા લાવી શકાય તેમજ એ.સી.સી. ધારકોને વ્યાજબી કમિશન મળી રહેતાં ઉત્સાહ પૂર્વક નિષ્ઠાથી કામગીરી બજવી શકે અને ઓછા કમિશનના કારણે નાગરીકો પાસેથી વધારાની રકમ વસૂલ કરવા માટે પ્રેરાય નહીં તે હેતુથી એ.સી.સી. ને મળતા હાલના કમિશનમાં વધારો કરવાની બાબત રાજય સરકારની વિચારણા હેઠળ હતી. જેને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કરેલો છે.

રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવા અને ડિજિટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ અમલમાં મુકેલા છે. રાજ્યમાં ફિઝીકલ નોન-જ્યુડીશ્યલ સ્ટેમ્પ પરના પ્રતિબંધ પૂર્વે રાજ્યમાં 1820 સ્ટેમ્પ વેન્ડર, 474 ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્ર અને 337 ફ્રેન્કીંગ મશીન કેન્દ્ર એમ કુલ મળી 2631 ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર દ્વારા સ્ટેમ્પનું વેચાણ કરવામાં આવતું હતું. ઈ-સ્ટેમ્પીંગની સુવિધાને વધુ સુલભ, સરળ અને લોકભોગ્ય બનાવવા શિડયુલ બેંકો, કેન્દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી & એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર, RBI રજિસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપનીઅને લાયસન્સી નોટરી પણ ઈ-સ્ટેમ્પીંગની સુવિધા આપી શકે તે માટે ACC (ઓથોરાઈઝ્ડ કલેકશન સેન્ટર) તરીકે માન્યતા આપી છે. જેને કારણે રાજ્યમાં હાલમાં નવા 2407 ACC મળીને કુલ 2881 ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્ર અને 337 ફ્રેન્કીંગ મશીન કેન્દ્ર કુલ મળી 3218 નોન-જ્યુડીશ્યલ સ્ટેમ્પ વેચાણ કેન્દ્રો કાર્યરત છે.

રાજયના સ્ટેમ્પ વેન્ડરોને ફિઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણ ઉપર 1 ટકા થી 3 ટકા કમિશન મળતું હતું. ઇ-સ્ટેમ્પીંગ અન્વયે હાલમાં સરકાર દ્વારા સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાને ૦.65% કમિશન આપવામાં આવે છે. જેમાંથી સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરના ઓર્થોરાઇઝ કલેકશન સેન્ટર (એ.સી.સી.)ને 0.15% લેખે કમિશન ચુકવવામાં આવે છે. જે કમિશનના દરમાં વધારો કરવા ઓર્થોરાઇઝ કલેકશન સેન્ટર (એ.સી.સી.) તરીકે કામગીરી કરતા સ્ટેમ્પ વેન્ડરો દ્વારા સરકાર કક્ષાએ વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવેલ. આ અંગે વિશેષમાં જણાવવાનું કે, અન્ય રાજ્યો જેવા કે, આસામ, દમણ, દીવ, દાદરા-નગર હવેલી, હિમાચલપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, ત્રિપુરા જેવા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ વિગેરેમાં ઈ-સ્ટેમ્પીંગ દ્વારા નોંધણી પ્રક્રિયામાં જે તે સરકાર તરફથી નહીં પરંતુ જે તે ACC દ્વારા નાગરીકો પાસેથી વધારાના સર્વિસ ચાર્જ તરીકે રૂ. 5 થી 20 સુધીનો સર્વિસ ચાર્જ વસૂલ લેવામાં આવે છે. જ્યારે ગુજરાત રાજ્યે રાજ્ય સરકાર તરફથી ACCને પ્રતિ ઈ-સ્ટેમ્પીંગ પેપર દીઠ રૂપિયા 10/- આપવાનો નિર્ણય કરેલ છે.

ABOUT THE AUTHOR

...view details