ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારનો નિયમ : પતિ પત્ની સરકારી નોકરી કરતા હશે તો એક જિલ્લામાં કરી શકશે નોકરી

રાજ્ય સરકારના પહેલા પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ એટલે કે એક જ જિલ્લામાં ફરજિયાત પણે પોતાની ફરજ નિભાવવા નો નિયમ હતો.ત્યારે આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્ય સેવા પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે અથવા તો નજીકના સ્થળે નોકરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર નો નિયમ :  પતિ પત્ની સરકારી નોકરી કરતા હશે તો એક જિલ્લામાં કરી શકશે નોકરી
રાજ્ય સરકાર નો નિયમ : પતિ પત્ની સરકારી નોકરી કરતા હશે તો એક જિલ્લામાં કરી શકશે નોકરી

By

Published : Oct 16, 2021, 8:40 PM IST

  • રાજ્ય સરકાર ની મહત્વની જાહેરાત
  • સામાન્ય વહીવટી વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું
  • રાજ્યમાં સરકારી કર્મચારી દંપતીઓ એક જિલ્લામાં કરી શકશે નોકરી


    ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકારમાં અનેક દંપતીઓ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ફરજના ભાગરૂપે તેઓ એ નિયમ અનુસાર રાજ્ય સરકારના જે તે વિભાગ દ્વારા જે તે જિલ્લો ફાળવવામાં આવ્યો હોય તે જગ્યા ફરજિયાત પાંચ વર્ષ કામ કરવું પડે છે. જેથી પતિ અને પત્ની ને અલગ રહેવાની પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્ય સેવા પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે અથવા તો નજીકના સ્થળે નોકરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

    પાંચ વર્ષ એક જિલ્લામાં ફરજ નિભાવવા નો નિયમ હતો
    રાજ્ય સરકારના પહેલા પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ એટલે કે એક જ જિલ્લામાં ફરજિયાત પણે પોતાની ફરજ નિભાવવા નો નિયમ હતો. પરંતુ આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે કરાર આધારીત ફિક્સ પગારથી નિમણુંક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષ ની સેવા અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની સેવા બજાવી હોય તેવા જ ઉમેદવારો બદલી માટે અરજી કરી શકશે.અને અરજીઓ ઉપર વિચારણા કરી બદલી કરી શકાશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

    પરિપત્ર માં કેવો કરાયો ઉલ્લેખ

    રાજ્યની સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્ર મુજબ વહીવટી જરૂરિયાત તથા કામના હિતને પ્રાધાન્ય આપીને શક્ય હોય ત્યાં સુધી પતિ-પત્નીને એક જ સ્થળે રાખવા અંગેના તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો નું સર્વે વિભાગે પાલન કરવાનું રહેશે. સચિવાલયના વિભાગો અને ખાતાના વડાઓ દ્વારા આ માર્ગદર્શક સૂચનાઓ સાથે સુસંગત ન હોય તેવી કોઈ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય તો તેને સામાન્ય વહીવટી વિભાગ ની પ્રવર્તમાન સૂચનાઓ સમકક્ષ કરવા માટે સામાન્ય વહીવટ વિભાગના પરામર્શમાં જસ્ટિફિકેશન સાથે સત્વરે સમીક્ષા કરવાની રહેશે.

કર્મચારીઓની નોકરી મોટાભાગે બિન બદલી પાત્ર હોય
રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારી અથવા તો કર્મચારીઓની નોકરી મોટાભાગે બિન બદલી પાત્ર હોય છે. આવા સંજોગોમાં પતિ કે પત્ની જોબ રાજ્ય કે પંચાયત સેવામાં ફરજ બજાવતા હોય તો તેમને બદલીથી અથવા તો સમકક્ષ જગ્યાઓ ઉપર પ્રતિનિયુક્તિ થી એક જ સ્થળે અથવા તો નજીકના સ્થળે નિમણૂક આપવાની વિચારણા કરવાની રહેશે. આ પ્રકારે બદલી અથવા તો પ્રતિનિયુક્તિ નિમણૂક કરતા પહેલા સક્ષમ સત્તાધિકારી જાહેરહિત વહીવટી જરૂરિયાત અને કામગીરી ને પ્રાધાન્ય આપવાનું રહેશે.

કરાર આધારિત કર્મચારીઓ માટેમહત્વનો નિર્ણય

રાજ્યમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની પણ બદલી થઈ શકશે, તેમજ કર્મચારીઓની પ્રતિનિયુક્તિ ને આધારે બદલી કરી શકતા કરી શકાશે. આમ વર્ષ 2015ના પરિપત્ર પ્રમાણે બદલી માટે કોઈ જોગવાઈ ન હતી પરંતુ નવા પરિપત્ર એ આધારે એક વર્ષ ફરજ બજાવેલી મહિલાઓ માટે બદલી ને લાયક ગણવામાં આવશે. જ્યારે પુરુષ કર્મચારીઓને બે વર્ષની નોકરી બાદ બદલી માટે લાયક ગણવામાં આવશે જ્યારે અરસ પરસ બદલી માટે પણ કર્મચારી અરજી કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details