ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નહીં - હેલ્મેટ

ગાંધીનગર: કેન્દ્ર સરકારે નવા નિયમન લાગુ કર્યા છે. જેમાં નિયમ તોડનાર ને બમણો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારની CM વિજય રૂપાણીની અદયક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી રાજ્યના મહાનગરપાલિકા, કોર્પોરેશન સહિત તમામ જગ્યાએ હેલ્મેટમાં મુક્તિ આપવામાં આવી છે.

Helmet free, RC faldu, vijay rupani
Helmet free, RC faldu, vijay rupani

By

Published : Dec 4, 2019, 3:43 PM IST

Updated : Dec 4, 2019, 3:49 PM IST

હવેથી રાજ્યના મહાનગરપાલિકા, કોર્પોરેશન સહિત તમામ જગ્યાએ હેલ્મેટમાં મુક્તિ આપવામાં આવી છે.

આ બાબતે રાજ્યના કેબિનેટ વાહન વ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી રાજયના નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય મુલાકાત દ્વારા લોકો હેલ્મેટ મુદ્દે ફરિયાદ કરતા હતા. ફરિયાદમાં સામે આવ્યું હતું કે, શાક લેવા, કોઈની સ્મશાન યાત્રામાં, અથવા તો ઘર થી થોડે નજીક જવામાં હેલ્મેટ જરૂરી છે. તો આવા નિયમોને હળવા કરવા જોઈએ તે બાબતે રાજ્યની કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હેલ્મેટ અંગે વધુમાં સઘન ચર્ચા કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાંથી હેલ્મેટના ઉપયોગ પર મરજીયાત કરવાના નિર્ણય પણ મહોર મારી છે.

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરિજીયાત નહીં

હવે થી રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારમાં, તાલુકા, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ હેલ્મેટ મરજીયાત કરવામાં આવ્યા છે. પણ રાજ્યના હાઇવે માર્ગ પર ફરજીયાત હેલ્મેટ અંગેની પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે. પરંતુ રાજ્યના હાઈવે અને નેશનલ હાઈવે ઉપર ફરજિયાત પણે હેલ્મેટ પહેરવા ને પણ નિયમોની ફોલો રાજ્ય સરકારે કર્યું છે. અને જો હેલ્મેટ વગર પકડાશે તો નવા નિયમ પ્રમાણે દંડ કરવામાં આવશે.

Last Updated : Dec 4, 2019, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details