ગુજરાતના યુવા વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તરે વિવિધ સેકટર્સમાં ખૂબ ઉપયોગી 3-D પ્રિન્ટીંગ ટેકનોલોજીથી અવગત થાય અને પોતાની શાળા-કોલેજની પ્રયોગશાળામાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ MOU કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટને પરિણામે ટેકનીકલ, ઇજનેરી સંસ્થામાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સંશોધકો, પ્રોફેશનલ્સ તેમજ ઔદ્યોગિક કાર્યબળની બહેતર કુશળતા પ્રાપ્ત કરાવવા સાથો સાથ ટેકનીકલ શિક્ષણ અભ્યાસક્રમ વધુ અપડેટ થશે. સારા મહેનતાણા અને ગ્રોથ સાથે વિદ્યાર્થીઓને ડોમેસ્ટીક અને વિદેશમાં પ્લેસમેન્ટની સુવિધા પણ આ પ્રોજેક્ટ આપશે.
3-D પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા એડિટિવ મેન્યુફેકચરિંગ એવી પ્રક્રિયા છે જેના દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમની મદદથી ડિજિટલ મોડેલમાંથી કોઇપણ શેપની ત્રિ પરિમાણીય-વસ્તુ બનાવી શકાય છે. વિવિધ શેપના મટિરિયલને કોમ્પ્યુટરના નિયંત્રણમાં લેયર બાય લેયર ડીપોઝીશન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિવિધ ઉદ્યોગોમાં 3-D પ્રિન્ટીંગનો ઉપયોગ થાય છે તેમાં એરોસ્પેસ, મિકેનિકલ અને ઓટોમોટિવ, વાણિજ્યિક ઉત્પાદનો, સિવિલ, આર્કિટેકચર અને ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાહક ઉત્પાદનો, ઇલેકટ્રોનિકસ, સંરક્ષણ, ડેન્ટલ, તબીબી, ડાઇ અને મોલ્ડ ઉત્પાદન, ફૂડ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે 3-D પ્રિન્ટીંગ ટેકનોલોજીના અભ્યાસ માટે કર્યા MOU
ગાંધીનગરઃ રાજ્યના વિદ્યાર્થીઓને 3-D પ્રિન્ટીંગ ટેકનોલોજીનો અભ્યાસ શક્ય બને તે માટે યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ 3-Dડી ટેકનોલોજી સાથે મુખ્યપ્રધાને MOU કર્યા છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી હેઠળ રાજ્યમાં ચાંદખેડા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, રાજકોટ, કલોલની ઇજનેરી કોલેજ-શાળામાં 3-D ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવી છે.
ગાંધીનગર
MOU સમયે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરી દવે અને શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માની ઉપસ્થિતીમાં આ સમજુતી કરાર પર ગુજરાત નોલેજ સોસાયટીના એડીશનલ CEO ભુપતાણી, યુ.એસ. આઇ 3-ડી.ટી. વતી CEO દિલીપ મેનેઝિસે હસ્તાક્ષર કર્યા હતા.