ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસ સતત પ્રસરી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદમાં જ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોટ વિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક કરીને કરફ્યૂ અંગેની ચર્ચા કરી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર હાજર રહ્યા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી થયા સેલ્ફ આઈસોલેટ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રાજ્યમાં કોરોના વાઈરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મુખ્યપ્રધાને આ અંગે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે.
જેમાંથી સાંજે ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારની તમામ બેઠક રદ કરી છે. તેમજ CM રૂપાણી બંગલા નંબર 26 ખાતે સેલ્ફ આઈસોલેટ થયા છે.
ઉલ્લેખનીય છે કે, બંગલા નંબર 1 ખાતે મંગળવારે કોંગી ધારાસભ્ય સાથે મિટિંગ યોજાઈ હતી. આ ઉપરાંત સચિવાલયમાં પણ અનેક જગ્યા પર સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઇમરાન ખેડવાલા જે લોકોને ગઈકાલે મળ્યા હતા. તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ પણ પ્રશાસન દ્વારા તપાસવામાં આવી રહ્યા છે.