ગુજરાત

gujarat

ETV Bharat / state

4 જૂનથી રાજયની RTO/ARTO કચેરીઓ શરૂ, કેવી રીતે અને કયા કામો થશે? વાંચો વિશેષ એહવાલ - Gujarat News

રાજ્યમાં વાહન-વ્યવહારને લગતી કામગીરી માટે 4 જૂનથી તમામ RTO શરુ કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ માટે 8 જૂનથી કેમ્પ દ્વારા કાર્ય શરૂ કરાશે. આ સમય અવધિ 31 જુલાઈ સુધીની છે.

4 જૂનથી રાજયની ARTO/ARTO કચેરીઓ શરૂ,
4 જૂનથી રાજયની ARTO/ARTO કચેરીઓ શરૂ,

By

Published : Jun 1, 2020, 10:38 PM IST

ગાંધીનગર: રાજ્યના લાયસન્સ અને વાહનોને લગતી કામગીરી રાજ્યની તમામ RTO 4 જૂનથી શરૂ કરવામાં આવશે. વાહનોના ફીટનેશ માટેની કામગીરી 8 જૂનથી શરૂ કરવામાં આવશે. પણ શિખાઉ લાયસન્સ માટે કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવેલા ITI અને પોલિટેકનિક ખાતેથી શિખાઉ લાયસન્સ ઇસ્યુ થશે નહીં.

તમામ RTO, ARTO કચેરીઓ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન કરાશે. ઉલ્લંઘન કરનારને RTO કચેરીમાં પ્રવેશ મળશે નહિ. કચેરી ખાતે મુલાકાત લેનારા પ્રત્યેક વ્યકિતનું થર્મલ ઇન્ફારેડ ડીવાઇસ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવશે.

4 જૂનથી રાજયની ARTO/ARTO કચેરીઓ શરૂ,

લાયસન્સ સંબંધિત કામગીરી માટે અરજદારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને જ આવવાનું રહેશે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટના 15 મિનિટ પહેલાં જ RTO કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે.

જે અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા નથી. જેમાં વાહનમાં હેતુફેર, અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી, રજીસ્ટ્રેશન રદ કરવું, ફાઇનાનસરને નવી આર.સી.ઇસ્યુ કરવી, વાહનનું નોન યુઝ કરવુ , નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ , આર.સી. પરત મેળવવી પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો (શિખાઉ લાયસન્સ પુરતું), ડ્રાઈવીન્ગ લાયસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પુરતું) માટે અરજદારે આધાર-પુરાવા સાથે આરટીઓ કચેરી ખાતે આવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મર્યાદિત અરજદારોની સંખ્યામાં જ નિમણૂંક આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકોએ HSRP ફીટમેન્ટની કામગીરી માટે બપોરના 3 કલાક પછી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ RTO ખાતે અવવાનું રહેશે. ડ્રાઇવીંગ લાયસન્સની કામગીરી માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતેની આરટીઓ કચેરી શનિવાર તથા રવિવારના રોજ જાહેર રજાના દિવસોમાં પણ સવારના 9 થી 6.30 કલાક સુધી ચાલુ રહેશે.


શિખાઉ લાયસન્સના કિસ્સામાં જે અરજદારનું લાયસન્સની સમયમર્યાદા લોકડાઉનર દરમિયાન અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ parivahan.gov.in પરથી મેળવવાની રહેશે. એપોઇન્ટમેન્ટ માટેનો પ્રોસેસ કરીને 31 માર્ચ 2020 થી 31 જુલાઈ 2020 સુધી જે અરજદારોના લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયેલી હોય અથવા પૂર્ણ થવાની હોય 31 જુલાઈ સુધી ડ્રાઇવીંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે.

જેના માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહીં. જે આઇ.ટી.આઇ. અને પોલીટેકનીક કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવેલા હશે તે ITI અને પોલીટેકનીક ખાતે શિખાઉ લાયસન્સ ઇસ્યુ થશે નહીં.


• ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ માટે સમય અવધી 31 જુલાઈ 2020 સુધી માન્ય છે. આમછતાં વાહનોના ફીટનેશ માટેની કામગીરી તમામ જિલ્લાઓમાં 8 જૂન 2020 થી કેમ્પોનું આયોજન કરીને શરૂ કરવામાં આવશે. જિલ્લાવાર ફીટનેશના કેમ્પનું કેલેન્ડર નીચે મુજબ રહેશે.

• ફીટનેશ માટે વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડા તેની સામે ફાળવેલી તારીખ છેલ્લાં આંકડાનો નંબર 1 અને 2 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા. 08,15,22 જૂન

• છેલ્લાં આંકડાનો નંબર 3 અને 4 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા 09,16,23 જૂન

• છેલ્લાં આંકડાનો નંબર 5 અને 6 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા 10,17,24 જૂન

• છેલ્લાં આંકડાનો નંબર 7 અને 8 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા 11,18, 25 જૂન

• છેલ્લાં આંકડાનો નંબર 9 અને 0 હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા 12,19,26 જૂન

ABOUT THE AUTHOR

...view details