ગુજરાત રાજ્યમાં આતંકી હુમલાની દહેશતને લઇને રાજ્ય સરકાર સાથે રાજ્યની પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. જેને ધ્યાનમાં લઇને રાજ્યના DGP શિવાનંદ ઝાએ ગુજરાતના તમામ યાત્રાધામ તથા જે વિસ્તારોમાં વધુ ભીડ થતી હોય તેવા તમામ વિસ્તારોમાં પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે, રાજ્યના DGP શિવાનંદ ઝાએ અધિકારીઓને પોતાની પાસે રિવોલ્વર અને હથિયારો રાખવાની સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આતંકવાદી હુમલાની દહેશતને લઇ રાજ્ય એલર્ટ પર, યાત્રાધામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - GANDHINAGAR NEWS
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દુર કરી ત્યારબાદ તમામ રાજયોને એલર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ, કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી આતંકવાદી હુમલાની દહેશતને લઇને તમામ રાજ્ય સરકારને હાઇએલર્ટ જારી કર્યુ છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાતના તમામ યાત્રાધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને હથિયાર સાથે રાખવાની સૂચના પણ DGP દ્વારા આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજ્ય એલર્ટ પર,
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તમામ જગ્યાએ વાહનચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, વાહન ચેકીંગ દરમિયાન પોલીસના તમામ વાહનોમાં હેલ્મેટ, રાઇફલ, ટીયર ગેસના સેલ પૂરતા પ્રમાણમાં સાથે રાખવાની સૂચના છે. આ બાબતે પણ તમામ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. DGP ઓફિસથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે જે પોલીસ કર્મીઓના હથિયારમાં કોઈ ખામી હોય તેવા તમામ હથિયાર હેડ ક્વાટર્સમાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે.