ગુજરાત

gujarat

ETV Bharat / state

ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે કંઇક આવા MOU થયા છે સાઇન - State Agreements New Jersey and Gujarat

ગાંધીનગર: ગુજરાત રાજ્યનો વિકાસ વધુ ઝડપી બને અને શિક્ષણ, પ્રવાસન, એનર્જી સહિત તમામ ક્ષેત્રમાં ગુજરાતને વિદેશી સમજણ સાથે અનેક સુધારા થાય તે હેતુથી આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ન્યૂજર્સીના ગવર્નર યુત ફિલીપ મૂર્ફીએ ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગેના MoU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતાં.

etv bharat gandhinagar

By

Published : Sep 21, 2019, 8:10 PM IST

આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટમાં ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. CM વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્યૂજર્સીના ગવર્નરને આવકારતાં કહ્યું કે, ગુજરાતી સમૂદાયો ન્યૂજર્સીમાં ઘણા લાંબા સમયથી વસેલા છે. એટલું જ નહિ, ત્યાંની આર્થિક ગતિવિધિઓમાં પણ ગુજરાતીઓનું મહત્વપૂર્ણ પ્રદાન છે.

ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે આર્થિક, શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા

આ સંદર્ભમાં આ MoU ગુજરાત – ન્યૂજર્સીના લાંબાગાળાથી ચાલતા ઉષ્માપૂર્ણ સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે તેઓએ તેમ પણ ઉમેર્યુ હતું. તેના પરિણામે ગુજરાતમાં ન્યૂજર્સી તરફથી વધુ રોકાણો આવશે. તેવી અપેક્ષા CM રૂપાણીએ વ્યકત કરી હતી. જ્યારે ન્યૂજર્સીના ગવર્નર યુત ફિલીપ મૂર્ફીએ રૂપાણીને ન્યૂજર્સીની મૂલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તેઓએ ગુજરાતી સમૂદાયોના ન્યૂજર્સીના આર્થિક વિકાસમાં યોગદાનની પુષ્ટિ કરી હતી અને તેમના આ પ્રવાસ ડેલીગેશનમાં ગુજરાતી મૂળના વ્યકિતઓ પણ જોડાયા હતાં.

ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે આર્થિક, શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા

યુત ફિલીપ મૂર્ફીએ ગુજરાતમાં ફાયનાન્સિયલ સર્વિસીસના આર્થિક ગતિવિધિના અતિ ઝડપે વિકસી રહેલા ક્ષેત્ર સહિત ફાર્માસ્યુટિકલ્સ, આઇ.ટી, રિયલ એસ્ટેટ અને વેપાર ક્ષેત્રે રોકાણો માટે ઊંડો રસ દાખવ્યો હતો. તેઓએ ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના સંગીન માળખાને પરિણામે વેપાર – રોકાણોની સરળતાની સરાહના કરી હતી. આ મુલાકાત બેઠક દરમિયાન લોજિસ્ટીકસ, ટ્રાન્સપોર્ટેશન અને પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના વિષયે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. CM વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલીસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને અપાતી રાહતોની ભૂમિકા આપી હતી. તેઓએ કેન્દ્રીય નાણાંપ્રધાને કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાની તાજેતરમાં કરેલી ઘોષણા વિશે પણ ન્યૂજર્સીના ગવર્નરને માહિતગાર કર્યા હતાં.

ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે આર્થિક, શિક્ષણ, પ્રવાસન ક્ષેત્રે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા

ABOUT THE AUTHOR

...view details