ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 40 હજાર ઉદ્યોગ શરૂ થતા 5 લાખ શ્રમિકોને રોજગારી મળતી થઈ - With the start of 40 thousand industries in the state

રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની 98 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરાશે. જેમા માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે. હાલના તબક્કે નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી હાથ ધરાશે નહીં.

રાજ્યમાં
રાજ્યમાં

By

Published : Apr 24, 2020, 8:26 PM IST

ગાંધીનગર: કચેરીઓ જ્યાં હોય તે સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ જાહેર થાય કે, ત્યાં કરફયુ જાહેર થાય તો આવી કચેરી તુરત જ બંધ કરી દેવાની રહેશે. રાજ્યમાં 20 એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ પૂન: શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અનુસાર આપેલી મંજુરી અંતર્ગત 40 હજાર જેટલા ઊદ્યોગ-એકમો કાર્યરત થયા છે. આવા ઊદ્યોગોમાં અંદાજે પાંચ લાખ શ્રમિકો-કામદારોને રોજગારી મળતી થઇ છે.

રાજ્યમાં 40 હજાર ઉદ્યોગ શરૂ થતા 5 લાખ શ્રમિકોને રોજગારી મળતી થઈ

રાજ્યના મહાનગરો-નગરોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસને પણ શ્રમિકો-મઝદૂરોના સાઇટ પર જ રહેવાની વ્યવસ્થાઓ સાથે 20 એપ્રિલથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આવા 573 જેટલા નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસમાં 20 હજાર જેટલા શ્રમિકો રોજી-રોટી મેળવી રહ્યા છે. લોકડાઉનના આ સમયમાં ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો માર્કેટયાર્ડ-બજાર સમિતીમાં વેચીને આવક મેળવવાની વ્યવસ્થામા રાજ્યના 127 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી-માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં 4 લાખ 42 હજાર 860 કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનની આવક થઇ છે. આ અનાજમાં મુખ્યત્વે ઘઉંની આવક 242904 કવીન્ટલ તેમજ 123389 કવીન્ટલ એરંડાનો સમાવેશ થાય છે.

રાજ્યના 66 લાખ પરિવારોને વિનામૂલ્યે 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખાનું 25મી એપ્રિલથી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ આરંભ થશે. શુક્રવારે સવારે 49.28 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે તેમજ 1 લાખ 19 હજાર 326 કવીન્ટલ શાકભાજી માર્કેટમાં આવ્યા છે. શાકભાજીમાં 26893 કવીન્ટલ બટાકા, 84282 કવીન્ટલ ડુંગળી તેમજ કુલ 15990 કવીન્ટલ ફળફળાદિની આવક પણ થઇ છે.

ABOUT THE AUTHOR

...view details