ગાંધીનગરઃ ધો.10માં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. 67373 વિદ્યાર્થીઓને સી2 ગ્રેડ આવ્યો છે.
6111 વિધરથીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્ર નું 95.92% પરિણામ આવ્યું છે. જ્યારે નર્મદા ના ઉતાવળી કેન્દ્ર નું સૌથી ઓછું પરિણામ 40.75% આવ્યું છે. 6357300971 નંબર પરથી પરિણામ જાણી શકાશે. આ સિવાય www.gseb.org વેબસાઈટ પરથી પણ પરિણામ મળશે.
ગ્રેડનું વિશ્લેષણઃ સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદ જિલ્લો છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા રાજ્યમાં 272 છે. જ્યારે 30થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1084 છે. A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે. જ્યારે B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 86611 છે. B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 127652 છે. જ્યારે C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે. જ્યારે D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જ્યારે E1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે.
કેટલા વિદ્યાર્થીઓઃ આ વખતેની કસોટીમાં કુલ 681 ગેરરીતિના કેસ બન્યા હતા. જેને સીસીટીવી ફૂટેજના અનુસંધાને નોંધવામાં આવ્યા હતા. આ વર્ષે પહેલી વખત ધો.12 કોમર્સના પરિણામ બાદ દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે પછીથી પરિણામની નકલ જે તે શાળાઓને પહોંચાડવામાં આવશે. હાલમાં માત્ર ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 734898 પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી હતી. 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.
શાળાનું પરિણામઃ ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષની ગણતરી કરવામાં આવે તો 7 ટકા પરિણામમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 10 નું બોર્ડનું પરિણામ 64.5 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની શાળાઓનું પરિણામ ની વાત કરવામાં આવે તો 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 121 જેટલી શાળામાં 0% પરિણામ આવ્યું હતું ત્યારે આ વર્ષે 157 જેટલી શાળાઓમાં 0 ટકા પરિણામ આવ્યું છે.