ગાંધીનગર રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળતા જ અલગ અલગ વિભાગમાં નવી નોકરીઓની (SRPF candidates protest in Gandhinagar )જાહેરાત કરી હતી. પરંતુ વર્ષ 2016- 17માં લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો કે જેઓ હજુ વેટિંગમાં છે. તેવા ઉમેદવારોનું તમામ પ્રકારનું વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ રાજ્ય સરકારે હજુ સુધી નિમણુંક (Candidates of SRPF )આપી નથી. જેથી આજે પરિવાર સાથે SRPF ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવીને આંદોલનની શરૂઆત કરી છે.
વર્ષ 2016-17માં થઈ હતી પ્રક્રિયાSRPF ઉમેદવાર ભરત રાવળએ પત્રકાર સાથેની વાતચીતમાં (Movement of candidates of SRPF)જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દ્વારા વર્ષ 2016 -17માં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે કુલ 17,532 ખાલી જગ્યા ભરવાની જાહેરાત કરી હતી અને પરિણામ આવ્યા બાદ પાસ થયેલા 20 ટકા ઉમેદવારોને વેટિંગમાં રાખવામાં આવ્યા હતા. જે પૈકી 10ટકા ઉમેદવારોને નોકરી પર રાખવામાં આવ્યા છે. પરંતુ બાકી રહેલા કેજો 10 ટકા વેઇટિંગમાં છે અને તેઓ તમામ ઉમેદવારો SC,ST અને OBC સમાજમાંથી આવી રહ્યા છે, ત્યારે આ તમામ 10 ટકા ઉમેદવારો હજુ પણ વેટિંગમાં છે. રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારની કામગીરી અત્યારે કરવામાં નથી આવી રહી હોવાના આક્ષેપ પણ ભરત રાવળે કર્યા હતા.
આ પણ વાંચોરાજકોટ કોંગ્રેસ વિરોધ સ્વરુપે નવા એસી આપવા પહોંચ્યાં, રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રે શું કર્યું જૂઓ