રિજિજુએ જણાવ્યું કે, આપણા દેશમાં ઘણું ટેલેન્ટ છે, રમત આપણી જિંદગીનો હિસ્સો કેવી રીતે બને તે દીશામાં અમે વિચારી રહ્યા છે. આવતા વર્ષે ઓલમ્પિક યોજાવાની છે, તે માટે દેશમાંથી કેટલા લોકોને મોકલવાના છે અને કેટલા મેડલ્સ જીતવાના છે તે અંગે પણ મીટિંગ યોજવા જઇ રહ્યા છે.
ગુજરાતમાં સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરાશેઃ કિરણ રિજિજુ - Spots
ગાંધીનગર: કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજુ શનિવારે ગુજરાતની મુલાકાતે હતા. તેમણે ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સંકુલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોમાં ફરીને ખેલ મંત્રાલયમાં ક્યા પ્રકારના ફેરફાર કરી શકાય અને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે જાણવા સમજવા માટે હું અત્યારે પ્રવાસે આવ્યું છું.
Gujarat
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમા સ્થાપિત પેરા મેડીકલ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરના હશે. તેના માટે કોઇ ફંડીગની મર્યાદા નથી. દેશના અમુક ખેલાડીઓ ગરીબીમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ ખેલાડીઓને આર્થિક રીતે સહાય પણ પૂરી પાડવામાં આવશે.
Last Updated : Jul 13, 2019, 11:03 PM IST