HSRP ફિટમેન્ટ માટે અરજદારે ફીની ચૂકવણી અગાઉથી કરેલી હોવી જોઇએ. આ માટે અરજદારોએ મોબાઇલ નંબર-84018 21047 અને 97145 44300 અને વોટ્સએપ નંબર-70969 03978 તેમજ ઇ-મેઇલ-nileshhsrp@gmail.com ઉપર સંપર્ક કરવાનો રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 29 સપ્ટેમ્બર અને 13 ઓક્ટોબરના રોજ કલોલ ખાતે જૂની સરકારી સિવિલ પાછળ, ટાવર પાછળ, ફાયર સ્ટેશન કેમ્પ યોજવામાં આવ્યો છે.
તમારા વાહનમાં HSRP નથી, ચિંતા કર્યા વગર માત્ર એક કોલ કરો... - news of HSRP
ગાંધીનગરઃ હાઇ સિક્યુરિટી રજીસ્ટર નંબર પ્લેટ (HSRP) વગર 45 હજાર જેટલા વાહનો માર્ગો પર દોડી રહ્યાં છે. તે તમામને સરળતાથી નંબરપ્લેટ ફીટ કરી આપવા માટે ગાંધીનગર ખાતેની પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા કલોલ, માણસા અને દહેગામમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જણાવાયું છે કે, નવી નંબર પ્લેટ માટે મોબાઇલ, વોટ્સએપ અને ઇ-મેઇલ પર નોંધણી કરાવવી ફરજીયાત રહેશે. જો તમારા વાહનમા હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નથી તો ચિંતા કરવાની જરૂર નથી.

gandhinagr
જ્યારે માણસા ખાતે 2 ઓક્ટોબરના રોજ માણસા પાલિકાના કોમ્યુનિટી હોલમાં, તખતપુરામાં કેમ્પ યોજાશે. આ ઉપરાંત દહેગામ ખાતે 6 ઓક્ટોબરના રોજ યશ મોટર્સ, આશિર્વાદ હોસ્પિટલની સામે, દહેગામ-અમદાવાદ રોડ ઉપર આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ સ્થળે HSRP ફિટમેન્ટ માટેનો સમય સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.