ગુજરાત

gujarat

ETV Bharat / state

કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર; જીરાનું વાવેતર સૌથી વધુ - રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર

રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી નીવડશે. કૃષિ પાકોનું વાવેતર સંતોષકારક રીતે થયું છે તેમજ સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે.

રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર
રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 11:59 AM IST

ગાંધીનગર:સમગ્ર રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.

જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ:કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. એટલે કે ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58 ટકા જેટલો વધારો નોંધાયો છે.

'રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંની ખેતી સૌથી વધુ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં કુલ 5.64 લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં રાઈનું મહત્તમ વાવેતર કુલ 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે.' - રાઘવજી પટેલ, કૃષિ મંત્રી

સૌરાષ્ટ્ર ઝોનમાં રવિ પાકનું સૌથી વધુ વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં રવિ પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. જેમાં જીરાનું સૌથી વધુ વાવેતર નોંધાયું છે. રવિ પાકનું વાવેતર કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 13.70 લાખ હેક્ટર, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 7.94 લાખ હેક્ટર અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.10 લાખ હેક્ટરમાં નોંધાયું છે.

  1. ફ્લેશબેક 2023 : ચંદ્ર પર ત્રિરંગો લહેરાયો, ચંદ્રયાન-3 નું ઐતિહાસિક લુનાર લેન્ડિંગ
  2. વિદેશી પક્ષીઓની દાઢે લાગ્યા સુરતી ગાંઠીયા, તાપી નદીના કિનારે ગાંઠીયાની જીયાફત માણતા 'વિદેશી મહેમાનો'

ABOUT THE AUTHOR

...view details