ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણીપંચ અને ગૃહવિભાગે જાહેર કરી SOP, જુઓ શું છે નિયમો ??

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને એક SOP બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને જ રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચારો કરી શકશે. જ્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ ચૂંટણીને લઈને SOP જાહેર કરાઈ છે. આ SOPની જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચે અમુક મર્યાદિત સંખ્યામાં જ ઇલેક્શનનું સભા નામાંકન અને જાહેરાત કરવાની સૂચના આપી છે.

elections
વિધાનસભાની પેટા ચૂંટણી

By

Published : Oct 10, 2020, 11:07 AM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને એક SOP બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈને જ ચૂંટણીના પ્રચારો રાજકીય પક્ષો કરી શકશે. જ્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ ચૂંટણીને લઈને SOP જાહેર કરાઈ છે. આ SOPની જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચે અમુક મર્યાદિત સંખ્યામાંજ ઇલેક્શનનું સભા નામાંકન અને જાહેરાત કરવાની સૂચના આપી છે.

ચૂંટણી પંચની એસ.ઓ.પી

  • જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે, ત્યાં પ્રચાર સભા કે, અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનરની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડલાઈન સાથે સભા કે, પ્રચારની કામગીરી કરી શકાશે.
  • સભાના આયોજન માટે બંધ જગ્યામાં સ્થળની ક્ષમતાના 50% પરંતુ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે.
  • ખુલ્લી જગ્યામાં આ પ્રકારના આયોજન માટે મેદાન સ્થળના વિસ્તારને ધ્યાનમાં લઈને 6 ફૂટની દૂરી સાથેનું સામાજિક અંતર.
  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, થર્મલ સ્ક્રીનીંગની સગવડતા, હેન્ડવોશ સેનેટાઈઝરની સુવિધા.
  • સૌથી વધુ વ્યક્તિઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજૂરી આપી શકાશે.
  • સભા અને મીટીંગના સ્થળે સ્ટેજ ઉપર સોશિયલ ડિસ્ટન્સ સાથે વ્યક્તિગત ખુરશી રાખી શકાશે, સોફા રાખી શકાશે નહીં. જો સ્ટેજ મોટું હોય તો આગળ પાછળમાં વધુમાં વધુ 14 લોકો જ બેસી શકશે.
  • આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનરને પૂર્વ મંજુરી માટે અરજી કરવાની રહેશે. જેમાં કાર્યક્રમની તારીખ સમય સ્થળ તથા તેમાં હાજર રહેલ વ્યક્તિઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે.
  • કાર્યક્રમમાં હાજર રહેલા વ્યક્તિઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે.
  • ડોર ટુ ડોર પ્રચાર ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિની મર્યાદા રાખી શકાશે.
  • રોડ-શો અથવા તો બાઈક રેલી વાહનોના કાફલામાં દર 5 વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.
  • વાહનોની વચ્ચે 100 મીટરના અંતરના બદલે 30 મિનિટનો સમય ગાળો રાખવાનો રહેશે.
  • જિલ્લા ચૂંટણી અધિકારીએ રેલી અથવા સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાના રહેશે. જેમાં આવન-જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે. આવા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સના માપદંડો જળવાઈ રહે તે માટે નિશાનીઓ કરવાની રહેશે.
  • નિયત કરવામાં આવેલી સંખ્યા કરતા લોકો વધે નહીં તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકે કાળજી લેવાની રહેશે.
  • ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતાં સમયે બે થી વધુ વ્યક્તિ તથા બે થી વધુ વાહનો રાખી શકાશે નહીં.

આમ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ તથા ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી બાબતે SOPના નવા નિયમો મૂકવામાં આવ્યા છે. આ નિયમનો ભંગ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને જ એસઓપી બહાર પાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details