આ બાબતે રાજ્યકક્ષાના કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, મેં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લેહરીએ થોડા સમય પહેલા લેખિતમાં ક્રુઝ સર્વિસ શરૂ કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી. જેને પગલે કેન્દ્રીય ટીમ દ્વારા વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સાથે જ વેરાવળ પાસે આ સર્વિસનું માળખું બાંધી શકાય છે. તેવી શક્યતાઓને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
સોમનાથ, પોરબંદર તેમજ દ્વારકા વચ્ચે ક્રુઝ સર્વિસ શરુ કરવાની કેન્દ્રની વિચારણા - nimesh gondaliya
ગાંધીનગર: દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થાન સોમનાથ અને દ્વારકામાં દેશના તમામ ખૂણેથી દર્શન કરવા આવે છે ત્યારે આ ધાર્મિક સ્થળનો વધુ વિકાસ અને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ, પોરબંદર અને દ્વારકા વચ્ચે ક્રુઝ સર્વિસ શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જ્યારે અગાઉ સોમનાથ મંદિર તરફથી લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી.
સોમનાથ - પોરબંદર - દ્વારકા વચ્ચે ક્રુઝ સર્વિસ શરુ કરવાની કેન્દ્રની વિચારણા
આમ પ્રવાસીઓના ઘસારામાં વધારો થાય તથા સોમનાથ અને દ્વારકામાં આવનાર દિવસોમાં વર્તમાન સમય કરતાં પણ વધારે પ્રવાસીઓ આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ હવે આવનારા દિવસોમાં દિવસોમાં સોમનાથ, પોરબંદર અને દ્વારકા વચ્ચે મુસાફરો માટે ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે.