ગાંધીનગર શહેરમાં સવારે 8થી લઈ 11 વાગ્યા દરમિયાન સૂર્યગ્રહણ જોવા મળશે. ત્યારે વિધાનસભા સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સૂર્યગ્રહણ શહેરના નાગરિકો નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત સૂર્યગ્રહણની સાથે-સાથે ગુજકોસ્ટ દ્વારા બાળકો ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે તેને લગતી સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. બીજી તરફ અમદાવાદ સાયન્સ સિટી ખાતે સૂર્યગ્રહણને લઈ વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુરૂવારે સૂર્યગ્રહણઃ ગુજરાતમાં 70 ટકા દેખાશે, ભારતભરમાં ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળશે - Gandhinagar News
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં વર્ષ-2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ગુરૂવારે જોવા મળશે. ગ્રહણને લઈ અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ લોકોમાં રહેલી છે. ત્યારે આ બાબતે જાગૃતિ આવે તે માટે ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકોએ સૂર્યગ્રહણ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજીના નરોત્તમ સાહુએ કહ્યું કે, "સૂર્યગ્રહણને લઈને લોકોમાં એક પ્રકારનું કુતૂહલ જોવા મળતું હોય છે. જેને લઇ અમારા દ્વારા જિલ્લા મથકોએ સૂર્યગ્રહણ જોવા મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સૂર્યગ્રહણ અને નરી આંખે જોવું નુકસાનકારક થઇ શકે છે. આંખના રેટીનાને ઉપર વીડિયો તકલીફ ઉભી થઇ શકે છે. ત્યારે જે લોકો જોવા માંગતા હોય તેમણે ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આ પ્રકારના ગ્રહણ સમયે વિજ્ઞાનીઓ તેની રાહ જોઇને બેઠા હોય છે. આ એવો સમય હોય છે કે, વિજ્ઞાનીઓ તેના ઉપર સંશોધન કરી શકે છે."
આમ, ગુરૂવારે થનાર સૂર્યગ્રહણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.