ગાંધીનગર કચેરીમાં ફરજ બજાવતા 6 ક્લાર્કને ટેક્સ ચોરી બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. ટેક્સ ચોરી કરવામાં આવી છે, તે લોગીન આઈડી માત્ર કર્મચારીઓના જ હતાં. ગાંધીનગર RTO થયેલા અંદાજે 50 લાખના ટેક્સચોરી કૌભાંડમાં પોલીસમાં અરજી સાથે આંતરીક ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે. વાહનવ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા વડોદરા આરટીઓના અધિકારીને તપાસ અધિકારી તરીકે નિમ્યા છે, ત્યારે મળેલી માહિતી પ્રમાણે તપાસ અધિકારીએ ગાંધીનગર RTO મુલાકાત લઈને જરૂરી તપાસ કરી 6 ક્લાકમાં જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી છે. જેમા ડી.ડી વાળંદ, એ.બી. ઝાલા, કે. ડી દેસાઈ, જાગૃતિ સોલંકી, ચિરાગ ચૌધરી અને હેમભા વાઘેલાને જવાબ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
RTOમાં 50 લાખના ટેક્સ ચોરીમા 6 ક્લાર્કને નોટીસ ફટકારી - tax evasion of 50 lakhs in RTOC
ગાંધીનગરઃ RTO કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘીદાટ ગાડીઓની ટેક્સ ચોરી કૌભાંડનું ભૂત ધુણી રહ્યું છે. પરંતુ, અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટનાને હળવાશથી લેવામાં આવી રહી હતી. એક વ્યક્તિ દ્વારા સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી કરાયા બાદ તંત્ર સફાળુ જાગી ગયું હતું અને એકાએક તપાસના આદેશ છોડ્યા હતાં.
પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ પીઆઇ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ, પીઆઇ દ્વારા RTO કર્મચારીઓને બચાવવામાં આવતા હોય, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કેટલાક સમયથી અરજી આપવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બાબતે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો તપાસ કરનાર પોલીસ કર્મચારી પણ સંડોવણી સામે આવી શકે છે. તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલમાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે. તેવા સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે, પણ તપાસ ક્યાં પહોંચી તે જણાવી શકતા નથી. ટેક્સ સહિતની કામગીરી સંભાળતા ક્લાર્કના જવાબો રજૂ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ગાંધીનગર RTOમાં ગત વર્ષે લક્ઝુરિયસ કાર સહિત 20 વાહનોનો ટેક્સ સરકારમાં જમા જ થયો નથી. અંદાજે 48થી 50 લાખના ટેક્સની આ ચોરી ઓડીટ દરમિયાન બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. વાહનવ્યવહાર વિભાગ દ્વારા આંતરીક લેવલે થોડી તપાસ કરાતા ખરેખર ટેક્સ ચોરી માટે જવાબદાર કોણ તેનો પત્તો લાગ્યો ન હતો. જેને પગલે સીઓટીના આદેશ બાદ ગાંધીનગર આરટીઓ કચેરી તરફ આ અંગે પોલીસમાં અરજી કરાઈ હતી. તો બીજી તરફ વાહનવ્યવહાર વિભાગે આંતરીક રીતે પણ ખાતાકીય તપાસ શરૂ કરાવી છે.