ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી 2017માં મણિનગર વિધાનસભા બેઠક (Maninagar assembly seat)પર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે ( Shweta Brahmbhatt To Join BJP)પોતાના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Pradesh Office Kamalam)ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત્ રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
શું કહ્યું શ્વેતા બ્રહ્મભટ્ટે ? -શ્વેતા બ્રહ્મભટ્ટે (Shweta Brahmbhatt)ભાજપમાં જોડાતા સમયે કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા તેમણે એક ઉદેશ્ય સાથે રાજનીતિ શરૂ કરી હતી. પરંતુ કોંગ્રેસમાં તેનો ઉદેશ પૂરો થયો નથી. જીવનમાં જે પણ અવરોધ આવે છે ઈશ્વર તેમાં નવો રસ્તો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમને પહેલાથી માન છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ સતત સક્રિય હોય છે. હું અહીં કાર્ય કરવા આવી છું, કોઈ સ્વાર્થ ખાતર આવી નથી. મને કોઇ કમિટમેન્ટ આપવામાં આવી નથી. પરંતુ ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. મારું વિઝન ક્લિયર છે. કોંગ્રેસની બોટનો કોઈ કપ્તાન નથી. ત્યાં કોઈ સાંભળનાર નથી. કોંગ્રેસનો કોઈ ગોલ નથી.ETV Bharatસાથે શ્વેતા બ્રહ્મભટ્ટની વાત.
આ પણ વાંચોઃકેન્દ્ર સરકારમાં ભાજપના 8 વર્ષ પૂર્ણ થતાં ભાજપ હરખમાં, હવે યોજશે વિવિધ કાર્યક્રમો
1.કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાનું કારણ ? -આનો જવાબ એક લાઈનમાં હોઈ ના શકે. ભાજપ એક પરિવાર છે. હું જે વિઝન લઈને આવી હતી. તે કોંગ્રેસમાં પુરા ના થઇ શક્યા. મારા હિતકર્તા નેતાઓએ મને આ પ્રસંગે શુભકામનાઓ પણ આપી છે. હું એજ્યુકેટેડ વ્યક્તિ છુ. મારૂ વિઝન પુરૂ કરવા રાજકીય પાર્ટી જરૂરી છે. મહિલાઓ સંસદ, વિધાનસભા અને રાજકીય ક્ષેત્રે આગળ આવે એ જરૂરી છે.