ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાયર સેફ્ટીની જોગવાઇનું પાલન નહીં કરનારા 67 કારખાનાઓને શોકોઝ નોટિસ ફટકારાઈ - gujaratinews

ગાંધીનગર: સુરતમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગમાં પણ ફાયર સેફ્ટીને લઇને એકાએક તપાસ આરંભી દેવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાની સૂચનાથી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા ફાયર સેફ્ટીની જોગવાઇનું પાલન ન કરતાં જિલ્લાના 67 કારખાનાઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાયર સેફ્ટીની જોગવાઇનું પાલન નહીં કરનાર 67 કારખાનાઓને શોકોઝ નોટિસ ફટકારાઈ

By

Published : Jul 2, 2019, 2:51 AM IST

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામકના જણાવ્યાં અનુસાર, ગાંધીનગર કારખાના અધિનિયમ-1948 હેઠળ ગુજરાત કારખાનાના નિયમો-1963 અન્વયે ફાયર સેફ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈને તપાસ ઝુંબેશ જુન-2019 માસ દરમિયાન યોજાઈ હતી. જેમાં જિલ્લાના 100થી વધુ કારખાનાઓની તપાસ કરવામા આવી હતી. આ કાયદા હેઠળ 67 કારખાનાના કબ્જેદારોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

લોકો મંજૂરી આપનાર તંત્ર સામે રોષ દર્શાવી રહ્યા હતા. ત્યારે ગાંધીનગરમાં ફાયર સેફ્ટીનો પાલન નહીં કરનાર 67 કારખાનાના માલિકને નોટિસ ફટકારી હતી. પરંતુ નોટિસની સાથે પ્રશ્ન એ થાય છે કે, સુરતની ઘટનાને એક મહિના કરતાં વધુ સમય થયો છે, ત્યારે માત્ર નોટિસ કેમ ફટકારવામાં આવે છે? સીધી કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. પાટનગરમાં આવેલી ધાર્મિક સંસ્થાઓમાં પણ તેના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ફાયરના અધિકારીઓ તે દિશામાં પણ નજર ફેરવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

ABOUT THE AUTHOR

...view details