ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉકડાઉનનું કડક પાલન કરવું ફરજિયાત છેઃ DGP - લૉક ડાઉનનું કડક પાલન કરવું ફરજીયાત

રાજ્યમાં કોરોના પીડિતોના આંક 498 પહોંચ્યો ત્યારે લૉકડાઉનના કડક અમલને લઇને ગુજરાત પોલીસ દ્વારા સતત પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે ગુજરાતમાં પોલીસ સારી કામગીરી કરી રહી છે. લોકડાઉનનું પોલીસ કડક અમલ કરાવી રહી છે. કડક પાલન માટે પેરામિલિટરીની 5 કંપની ફાળવાઈ છે. BSF, CRPF સહિતની કંપનીઓ પણ ફાળવવામાં આવી છે.

લૉક ડાઉનનું કડક પાલન કરવું ફરજીયાત છેઃ DGP
લૉક ડાઉનનું કડક પાલન કરવું ફરજીયાત છેઃ DGP

By

Published : Apr 12, 2020, 7:19 PM IST

ગાંધીનગરઃ DGPએ જણાવ્યું કે અમદાવાદમાં ખાલી મહિલા બટાલિયન તૈનાત રહેશે. મોરબીમાં એમ્બ્યુલન્સમાંથી દારૂ પકડાયો એના વિશે પણ માહિતી આપી હતી. એક એમ્બ્યુલન્સમાં મુસાફરો લઈ જવાનું સામે આવ્યું છે. હવેથી એમ્બ્યુલન્સ, ટ્રક, ટેન્કર બધું ચેક કરવામાં આવશે. એ સિવાય વાત કરવામાં આવી કે, જપ્ત કરાયેલા વાહનો પરત કરવામાં આવશે. વાહનો પરત મેળવવા મિનિમમ દંડ ચૂકવવો પડશે. પોલીસ સ્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. સુરા જમાતના ભરૂચના 5ના કેસ પોઝિટિવ આવ્યા હતા. નવા 26 જમાતીઓ મળ્યા, તેમાથી 3 કેસ પોઝિટિવ છે.

લૉક ડાઉનનું કડક પાલન કરવું ફરજીયાત છેઃ DGP
શિવાનંદ ઝાએ માહિતી આપતા કહ્યું કે, સુરા જમાતના કુલ 9 લોકોના અત્યાર સુધી પોઝિટિવ આવ્યાં છે. 1095 લોકો અત્યાર સુધી ઓળખાયા છે. અમદાવાદમાં સુરત જમાતના આગેવાનોનો ટેસ્ટ પોઝિટિવ છે. વલસાડની ઘટના અંગે SPને સૂચના અપવામાં આવી છે. જો પોલીસ પરિવારના સભ્યો હશે તો પણ કાર્યવાહી થશે જ. પોલીસ સાથે દૂર્વ્યવહાર કોઈને પણ છોડવામાં નહીં આવે. ગુના નોંધાવા વિશે વાત કરતાં DGPએ કહ્યું કે 3121 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. 7064 આરોપીઓની અટકાયત કરાઈ છે. 496 ડ્રોનની મદદથી ગુના દાખલ થયા છે. CCTVની મદદથી 88 ગુના નોંધાયા છે. અફવા ફેલાવવા અંગે 36 ગુના નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details