ગુજરાત

gujarat

ETV Bharat / state

IAS ગૌરવ દહિયા ગુરૂવારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં હાજર થશે, યુવતી વિરૂદ્ધ આપશે પુરાવા - પૂછપરછ

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા IAS ગૌરવ દહિયાની સામે દિલ્હીની યુવતીએ ફરીયાદ નોંધાવ્યા બાદ સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં મંગળવારે કમિટી દ્વારા ગૌરવ દહિયાની પૂછપરછ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા દહિયાને નોટિસ આપવામાં આવી છે. પરિણામ આવતીકાલે ગુરુવારે દહિયા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં હાજર થશે અને યુવતીની વિરુદ્ધ પુરાવા રજૂ કરશે.

IAS ગૌરવ દહિયા

By

Published : Aug 7, 2019, 3:59 PM IST

નેશનલ હેલ્થ મિશનના પૂર્વ ડાયરેક્ટર ગૌરવ દહિયાની કથિત પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી દિલ્હીની યુવતી સાથે ગૌરવ દહિયાએ ત્રીજા લગ્ન કર્યા હતાં. પરંતુ ત્યાર બાદ બંને વચ્ચે મનમેળ તુટતા દિલ્હીની યુવતી ગૌરવ દહિયા સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઇને ગુજરાત સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે, આ બાબતની તપાસ કરી રહી છે. મંગળવારે ગૌરવ દહિયાને બોલાવીને નિવેદન લીધા હતા. હવે આવતીકાલે ગુરુવારે સેકટર-7 પોલીસ સમક્ષ દહિયા હાજર થશે.

મળતી માહિતી મુજબ સેક્ટર 7 પોલીસે ગૌરવ દહિયાને નોટિસ ફટકાર્યા બાદ ગુરૂવારે દહિયા પોલીસ સમક્ષ હાજર થશે. પોલીસ દ્વારા IAS ગૌરવ દહિયાને કેવા સવાલ કરવા તેની એક પ્રશ્નાવલી પણ તૈયાર કરવામાં આવી છે. એકાંતના સમયમાં પોલીસ અધિકારીઓ IASની સાથે પૂછપરછ કરશે. જ્યારે દહિયા પણ યુવતીની વિરુદ્ધના તમામ પ્રકારના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details