ગુજરાત

gujarat

ETV Bharat / state

સચિવાલયમાં મોબાઈલ પર પ્રતિબંધ? કેબિનેટ બેઠકમાં પ્રધાનો અધિકારીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ - mobiles Ban in Gandhinagar Cabinet meeting

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક મેળવીને ઇતિહાસ રચ્યો છે, ત્યારે હવે સચિવાલયમાં પણ નવા નિયમો (New Rules of Secretariat) રાજ્ય સરકાર અમલ કરવા જઈ રહી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાનની કેબિનેટ બેઠકમાં પ્રધાનો (Mobile ban in Gujarat cabinet meeting) અને અધિકારીઓ માટે પણ મોબાઈલ સાથે રાખવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

secretariat-mobiles-ban-in-gandhinagar-cabinet-meeting
secretariat-mobiles-ban-in-gandhinagar-cabinet-meeting

By

Published : Dec 26, 2022, 3:52 PM IST

Updated : Dec 26, 2022, 6:20 PM IST

કેબિનેટ બેઠકમાં પ્રધાનો અધિકારાઓ મોબાઈલ નહીં લઈ શકે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક મેળવીને ઇતિહાસ રચ્યો છે, ત્યારે હવે સચિવાલયમાં પણ નવા નિયમો (New Rules of Secretariat) રાજ્ય સરકાર અમલ કરવા જઈ રહી છે. જેમાં સોમવાર અને મંગળવારે મુલાકાતીઓ પોતાના વિસ્તાર અને પોતાને પડતી તકલીફોની ફરિયાદ પ્રધાનોને કરવા માટે આવે ત્યારે ફરજિયાત રીતે મોબાઈલ બહાર મુકાવાની રણનીતિ તૈયાર કરી છે. જે સોમવાર એટલે આજથી લાગુ થઈ છે, જ્યારે મળતી માહિતી પ્રમાણે કેબિનેટ બેઠકો દરમિયાન પણ તમામ પ્રધાનો અને અધિકારીઓને પણ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (mobiles Ban in Gandhinagar Cabinet meeting)

આજથી અમલ શરૂ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનોની કાર્યશૈલીને અનુલક્ષીને કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે PM મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ખાસ સૂચના આપી હતી. જે અંતર્ગત મળતી માહિતી પ્રમાણે ગત કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, પ્રધાનો મળવા આવનાર મુલાકાતીએ મોબાઈલ બહાર જમા કરાવવો પડશે. જોકે, આજથી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. મુલાકાતી બાદ હવે પ્રધાનો અને અધિકારીઓ માટે પણ મોબાઈલને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

અધિકારીઓ માટે કેબિનેટ બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધરાજ્ય સરકારની અઠવાડિયામાં એકવાર કેબિનેટ બેઠક યોજાઈ છે. જેમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ પ્રધાનઓ વચ્ચે ચર્ચા થાય છે. પ્રધાનઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે. જોકે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા. હવે મુખ્યપ્રધાન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે,કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં સચિવ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ ભાગ લેવા આવતા હોય છે. તમામ અધિકારીઓએ ચુસ્તપણે આ નિયમનું પાલન કરવાની મુખ્ય સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે .

કેબિનેટ બેઠકમાં પ્રધાનોએ પણ મોબાઈલ ઉપયોગ નહીં કરી શકેકેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે પ્રધાનોપણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ પ્રધાનોને સૂચના આપવામાં આવી છે. આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત ચાલુ કેબિનેટ બેઠક દરમિયાન કોઈ પ્રધાન અને અધિકારીઓ મોબાઈલ ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બમવવામાં આવ્યો છે. (Gandhinagar Cabinet meeting)

આ પણ વાંચોસચિવાલય આવતાં લોકોને ધરમ ધક્કો, 20 ઓક્ટોબર બાદ આચાર સંહિતા લાગુ થાય તેવી શક્યતાઓ

મોબાઈલના ઉપયોગને લઈને ત્રણ નિયમ બનાવવામાં આવ્યા ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટ બનતાની સાથે જ મોબાઇલને લઈને કુલ ત્રણ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સોમવાર અને મંગળવાર પ્રધાને મળવા આવનાર મુલાકાતી મોબાઈલ લઈને પ્રધાનોને મળી નહિ શકે, બીજો નિયમ અધિકારી માટે બનાવવામાં આવ્યો છે કે, કેબિનેટમાં ભાગ લેનાર અધિકારી મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે, ત્રીજો નિયમ પ્રધાન માટે બનાવવામાં આવ્યો છે કે, મોબાઈલ લઈને પ્રધાનો પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે.

મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થાઆજે સોમવાર હોવાની કારણે ભારે સંખ્યામાં લોકો પ્રધાનોને મળવા માટે આવી રહ્યા છે. ત્યારે આજથી જ મોબાઈલ નહીં લઈ જવાના નિયમનો અમલીકરણ શરૂ થયું છે. આ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જેમાં શ્રદ્ધાનોની કાર્યાલયની બહાર 4 થી 5 જેટલી ટ્રે મુકવામાં આવી છે. જેમાં મોબાઈલ ફરજીયાત મુકવાની સૂચના પણ બહાર લગાવવામાં આવી છે, જ્યારે બહાર મુકાયેલા મોબાઈલમાં જે ગ્રુપ કે વ્યક્તિઓ આવ્યા હોય એમાંથી એક વ્યક્તિને મોબાઈલ પાસે રહેવાની વાત નોટિસમાં કરવામાં આવી છે. આમ હવે તમામ મુલાકાતીઓ મોબાઈલ ફરજીયાત બહાર મૂકીને જ પ્રધાનો સાથે મુલાકાત કરવાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. (cabinet meetings mobile phones Ban)

આ પણ વાંચોCM પટેલ સરકાર 2.O: OBC, આદિવાસી અને પટેલોનું કદ ઘટ્યું

પ્રધાનોની સેફટી માટે લેવાયો નિર્ણયરાજ્યમાં કોઈપણ સમયે આંદોલન શરૂ થઈ જાય છે અને આંદોલનને ધ્યાનમાં લઈને પ્રજાનો સાથે બેઠકોનો દાંત પણ થાય છે. જ્યારે મુલાકાતો પોતાની રજૂઆત માટે આવ્યા હોય ત્યારે તે દરમિયાન મોબાઇલમાં કેમેરો શરૂ કરીને પોતાની રજૂઆતના વિડિયો પણ ઉતારતા હોય છે. તેવી ઘટના પણ ભૂતકાળમાં સામે આવી છે, ત્યારે ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં આવી કોઈપણ ઘટનાઓ સામે ન આવે તેને ધ્યાનમાં લઈને અને પ્રધાનોની સેફ્ટી ને ધ્યાનમાં લઈને મોબાઇલ પર પ્રતિબંધનો નિયમ અમલીકરણ કરવામાં આવ્યું છે. (Mobile ban in Gujarat cabinet meeting)

Last Updated : Dec 26, 2022, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details