ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળી બાદ શાળાઓ શરૂ થશે, કેવી છે SOP જૂઓ ETVનો વિશેષ એહવાલ - દિવાળી બાદ શાળાઓ શરૂ

દેશમાં કોરોના વૈશ્વિક મહામારીને કારણે દેશની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ હતી, પરંતુ કેન્દ્ર સરકારના અનલોક 5 દરમિયાન અનેક રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ શાળા શરૂ કરવા બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગે હજૂ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

દિવાળી બાદ શાળાઓ શરૂ થશે
દિવાળી બાદ શાળાઓ શરૂ થશે

By

Published : Nov 11, 2020, 11:44 AM IST

  • રાજ્યમાં દિવાળી બાદ શરૂ થશે શાળાઓ
  • સૌ પ્રથમ ધોરણ 9 થી 12 નો અભ્યાસ શરુ થશે
  • સરકારે તૈયાર કરી એસ.ઓ.પી.
  • ઓડ ઇવન અને સવાર બપોરની પાળી પધ્ધતિથી શરૂ થશે શાળા
  • જો શિક્ષક પોઝિટિવ આવશે તો શાળા 15 દિવસ માટે બંધ

ગાંધીનગર: દેશમાં કોરોના વૈશ્વિક મહામારી ને કારણે દેશની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ હતી, પરંતુ કેન્દ્ર સરકારના અનલોક 5 દરમિયાન અનેક રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ શાળા શરૂ કરવા બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સીએમ અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગે હજૂ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે સૌપ્રથમ ધોરણ 9થી 12નો અભ્યાસ દિવાળીના વેકેશન બાદ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ પ્રાથમિક ધોરણનો અભ્યાસ ડિસેમ્બર પછી શરૂ કરવામાં આવશે.

બે તબક્કામાં શાળાઓ શરૂ થશે

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ ધોરણ 9 થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. આમ રાજ્યમાં કુલ બે તબક્કાઓમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. હવે રાજ્યમાં પ્રાથમિક ધોરણ અને માધ્યમિક ધોરણ એમ 2 તબક્કે શાળાઓ શરૂ કરવામાં આવશે.

ઓડ ઇવન પદ્ધતિ અથવા 2 પાળીમાં શાળાઓ ખુલશે

જે તરફથી શિક્ષણ વિભાગની તૈયારીઓ જોવા મળી રહી છે તે પ્રમાણે રાજ્યોની શાળાઓ શરૂ કરવા માટે કઈ ફોર્મ્યુલા અપનાવી જોઇએ તે બાબતે પણ ચર્ચા વિચારણા થઈ રહી છે, પરંતુ odd-even પદ્ધતિ ઉપર રાજ્ય સરકારે વધુ પ્રાધાન્ય આપતું હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. જ્યારે શાળામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે ઓડ ઇવન પદ્ધતિ અપનાવવામાં આવશે કે નહીં તે પણ જોવું રહ્યું ?

દિવાળી પછી શાળાઓ શરૂ થશે

થોડાક દિવસો પહેલા રાજ્યના શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષતામાં એક ખાસ મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં શાળાઓ દિવાળી પછી વધુ કરવી અને જો શરૂ કરવામાં આવે તો કઈ રીતની શરૂઆત કરવી તે બાબતે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે દિવાળી પછી શાળાઓ શરૂ થાય તો વિદ્યાર્થીઓના કોઈ ટેસ્ટ કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

જો શિક્ષક પોઝિટિવ આવશે તો શાળા 15 દિવસ બંધ

સરકારે બનાવેલી એસ.ઓ.પીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈપણ શિક્ષક કોરોના પોઝિટિવ આવશે. તો શાળા 15 દિવસ માટે બંધ રાખવામાં આવશે. જ્યારે કોઈ બાળક પોઝિટિવ આવશે તો પણ આ જ નિયમ હોવાનું સૂત્રો તરફથી વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

જે શહેરોમાં કોરોનાનો કહેર હશે તેવા શહેરના અમુક વિસ્તારમાં શાળાઓ શરૂ નહીં થાય

રાજ્યમાં અમદાવાદ સુરત, રાજકોટ, બરોડા જેવા શહેરોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે આ તમામ શહેરોમાં કોરોનાના આંક દિન-પ્રતિદિન વધી રહ્યા હતા. ત્યારે હવે ભવિષ્યમાં પણ જો શાળાઓ શરૂ થાય અને કોના આંકમાં વધારો થાય તો જે તે શહેરના જે-તે વિસ્તારમાં કે જ્યાં કોરોનાનો આંક વધી રહ્યો છે. તેવા વિસ્તારની શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેઓ પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ઓનલાઈન એજ્યુકેશન પર ફોક્સ રહેશે

રાજ્યમાં તમામ શાળાઓમાં અત્યારે પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. અભ્યાસક્રમ પણ ઓનલાઇન બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે પણ ઓનલાઇન એજ્યુકેશન પર ફોકસ રાખવામાં આવશે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ એહવાલ...

ABOUT THE AUTHOR

...view details