ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC કોર્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવામાં આવશે

રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ (Scholarships to Scheduled Caste Students) સારા સમાચાર આવી રહ્યા છે. ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (Scholarship in a Private University) ચૂકવવામાં આવશે.

ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC કોર્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવામાં આવશે
ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC કોર્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવામાં આવશે

By

Published : Feb 11, 2022, 2:12 PM IST

ગાંધીનગર : રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે (Scholarships to Scheduled Caste Students) રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે

આ નિર્ણય બાબતે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજ્યમાં પણ શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે. જે અંતર્ગત વર્ષ 2019-20 સુધી ખાનગી યુનિવર્સિટીમાં નોંધ ફારસી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટી (Scholarship in a Private University) દ્વારા નક્કી કરવામાં આવેલી ચૂકવવામાં આવતી હતી. તેમજ વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિની ફી ચૂકવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

કમિટી દ્વારા જે ફી નક્કી થાય તે ચુકવવામાં આવશે

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, જે અભ્યાસક્રમમાંથી રેગ્યુલેટરી કમિટી અસ્તિત્વમાં છે. તેની ફી સમય મર્યાદા વર્ષ 2020-21 સુધી હતી. પણ વર્ષ 2021-22 માટે ફી નક્કી કરવાની બાબતની હાલ કાર્યવાહી હેઠળ છે. તેવા અભ્યાસક્રમ અંતર્ગત પણ અગાઉના વર્ષમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવેલી હોય તેટલી જ ફી ચૂકવવાની રહેશે. જ્યારે ફી રેગ્યુલેટરી કમિટી નક્કી કરે ત્યારે તે મુજબની ફી ચૂકવાશે.

આ પણ વાંચોઃUPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને

વર્ષ 2020-21 ફી ચુકવાનું બાકી

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2019-2020 સુધી શિષ્યવૃત્તિ ચૂકવવામાં (Scholarships to Students Studying in FRC ourses) આવેલી હતી. અને વર્ષ 2020-21થી બાકીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ ચૂકવી શકાય નથી. તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાના (Scholarship to Scheduled Castes in Private University) ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃCA Foundation Final Result 2022: અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

ABOUT THE AUTHOR

...view details