ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં રાજ્યનો પ્રવક્તાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયા ડિજિટલ વીક 2022 ની શરૂઆત કરી છે. સૌ પ્રથમ ડિજિટલ અભિયાન ગુજરાતથી શરૂ કરવામાં આવ્યું હતું તે બદલ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કેબિને (Digital India Week)બેઠકમાં શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા વીકએ ત્રણ દિવસ કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજવાનો હતો પરંતુ બેઠકમાં આ કાર્યક્રમ અને એક્ઝિબિશન 11 જુલાઈ સુધી યોજવાનું (vande gujarat vikas yatra)નક્કી કરવામાં આવ્યું છે.
સરકાર વંદે ગુજરાતની ઉજવણી કરશે -કેન્દ્ર સરકારને આઠ વર્ષ અને (Vande Gujarat) ગુજરાતમાં ભાજપ સરકારને સતત 20 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વંદે ગુજરાતના કાર્યક્રમનો પ્રારંભ (Cabinet Meeting in Gandhinagar)કરાવશે. આ કાર્યક્રમની વધુ વિગત આપતા રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 20 વર્ષમાં જે જનલક્ષી કાર્ય કર્યા છે તે કાર્યોના ટેબલો રજૂ કરવામાં આવશે. ગામ ગામ અને જિલ્લા તાલુકા મોકલવામાં આવશે જેનો પ્રારંભ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કરાવશે. આ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે સાથે જ આ કાર્યક્રમમાં 82 જેટલા રથ 25 જેટલા એલઇડી સ્ક્રીન સાથે રાજ્યમાં ફરશે અને 25,000 થી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો પણ કરવામાં આવશે જ્યારે તમામ વિભાગોના વિકાસની વાતો પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચોઃGujarat Cabinet Meeting: આજની કેબિનેટ બેઠકમાં ગીર અને ગૌમાતાના ફાયદા માટે લેવાયો નિર્ણય