ગુજરાત

gujarat

ETV Bharat / state

છેલ્લા બે વર્ષમાં "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ"નો લાભ કુલ 22,000 વિદ્યાર્થીઓને મળ્યો છે - 68 કરોડનું બજેટ

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ" માટે કુલ રુપિયા 68 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. તેમજ આ પ્રોજેક્ટનો કુલ 22,000 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. વાંચો સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ વિશે વિગતવાર

"સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ"નો લાભ કુલ 22,000 વિદ્યાર્થીઓને મળ્યો છે
"સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ"નો લાભ કુલ 22,000 વિદ્યાર્થીઓને મળ્યો છે

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 12:45 PM IST

ગાંધીનગરઃ સરકારના "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ"માં સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ના વિદ્યાર્થીઓને અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલોમાં રહેવા અને ગુણવત્તાયુક્ત જમવાની સગવડ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવે છે.

વિદ્યાર્થીનીઓ માટે અલગ સગવડઃ "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ" આવાસીય સુવિધા અને ગુણવત્તા યુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થિત રૂમ, સ્વચ્છ સેનિટેશન સુવિધાઓ, લાયબ્રેરી અને રિક્રિએશન એરિયાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની સાથે વ્યક્તિગત વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે. વ્યક્તિગત વિકાસ માટે પ્રેરક પ્રવચનો, શૈક્ષણિક કાર્યશાળાઓ, તબીબી શિબિરો, યોગ દિવસની ઉજવણી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો ઉપરાંત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓની સલામતી અને કલ્યાણ પર પણ ભાર મૂકે છે. છોકરીઓ માટે અલગ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં તેમની સલામતી અને સુખાકારી સંદર્ભે સગવડો પૂરી પાડવામાં આવે છે.

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ" માટે કુલ રુપિયા 68 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું

વિવિધ ક્ષમતાવાળા છાત્રાલયોઃ "સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ"માં વિદ્યાર્થીઓની વિવિધ ક્ષમતાવાળા છાત્રાલયો ગુજરાતમાં કાર્યાન્વિત છે. જેમાં 13,000 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા સાથે 10 જિલ્લાઓમાં 20 સમરસ છાત્રાલયો કાર્યરત છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા છે, જામનગરમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને આણંદ, હિંમતનગર, ભુજ અને પાટણમાં બોય્ઝ/ગર્લ્સની દરેક હોસ્ટેલમાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. છેલ્લા બે વર્ષમાં, રાજ્ય સરકાર દ્વારા સમરસ પ્રોજેક્ટ માટે ₹68 કરોડથી વધુનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે. કુલ 22,000 થી વધુ વિદ્યાર્થીઓએ આ છાત્રાલયોનો લાભ લીધો છે.

મેં BMSનો અભ્યાસ 2018-2022 દરમિયાન રાજકોટની સમરસ હોસ્ટેલમાં રહીને કર્યો હતો. આ ચાર વર્ષ દરમિયાન અમને ગુણવત્તાયુક્ત ખોરાક અને રહેવાની સારી સગવડ આપવામાં આવી હતી. જેને પરિણામે મને સરળતાથી અભ્યાસ કરવામાં મદદ કરી હતી. હું હાલમાં રાજકોટની મેડિકલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરું છું...પરમાર રોહિત(લાભાર્થી, રાજકોટ)

  1. રાજકોટની સમરસ હોસ્ટેલમાં મ્યુકોરમાઇકોસિસના 606 દર્દીઓએ મેળવી સારવાર, 285 થયા સ્વસ્થ
  2. VNSGUના કેમ્પસમાં રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવાશે

ABOUT THE AUTHOR

...view details