ગાંધીનગર: આ બેઠકમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટથી આ બંને વિસ્તારોના આર્થિક અને સર્વાંગી વિકાસ માટેની વિપુલ સંભાવનાઓ રહેલી છે. તે જોતા આ રશિયન કંપની તેમાં સહભાગી થવા ઉત્સુક છે. રશિયન સરકારની આ કંપનીએ ભારતમાં નાગપુર-સિકંદરાબાદ 580 કિ.મી.ની હાઇસ્પીડ રેલવે માટેના ડીપીઆર બનાવ્યા છે. રશિયામાં પણ સેન્ટ પિટ્સબર્ગથી મોસ્કો સુધી 625 કિ.મી. લંબાઈનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટમાં રશિયન સરકારની સહભાગીતા - Rajkot-Ahmedabad Semi High Speed Railway Project
અમદાવાદ રાજકોટ વચ્ચે રાજ્ય સરકારે ખાસ સેમી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ યુત અલ્કેસી સુરોવત્સેવ અને રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલના શ્રી વાલ્દીમીર ફિનોવે ગાંધીનગરમાં બેઠક યોજીને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી.
આ અંતર માત્ર 3 કલાક, 15 મિનિટમાં કાપી શકાય તેવી ઝડપે હાઇસ્પીડ રેલ સફળતાપૂર્વક કાર્યરત કરી છે. આ સંદર્ભમાં તેઓ હવે ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં પણ યોગદાન આપવા તત્પર છે.
આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ ગુજરાત- ભારત સરકાર સાથે પરામર્શ કરી આગળ વધશે તેવી ખાતરી આપી હતી. તેમજ ડિઝાઇન તૈયાર થયાના 2 વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.