ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધની(Russia Ukraine War) ચર્ચા થઈ રહી છે. યુદ્ધમાં અનેક ગુજરાતીઓ અને ભારતના નાગરિકો ત્યાં ફસાયા છે. તમામ લોકોને સહીસલામત ભારતદેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં યુક્રેનમાં રહેતા તમામ લોકોના ડેટા એકઠા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે દિલ્હીથી એક ખાસ ફ્લાઇટ યુક્રેન જવા રવાના થશે અને રાત્રીના બે કલાકની આસપાસ 100 જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકોને મુંબઇ એરપોર્ટ પર લાવવામાં આવશે.
ગુજરાતના 44 વિધાર્થીઓ પરત આવશે
રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi )પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે રાત્રે 2:00 દિલ્હીથી ખાસ વિમાન યુક્રેનમાં થી100 જેટલા વિદ્યાર્થીઓને ભારત લઈને પરત આવશે. અને આ 100 માંથી 44 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના છે. તેઓને ગુજરાત પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે બસ (Students from Gujarat in Ukraine)મોકલવામાં આવી છે અને વોલ્વો બસમાં અધિકારીઓની પણ નિમણૂક કરીને તમામ વિદ્યાર્થીઓને ગુજરાત સહી સલામત રીતે પરત લાવવામાં આવશે અને સીધા તેઓને અમદાવાદ સરકીટ હાઉસ ખાતે લાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચોઃRussia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી, કહ્યું પાણી વગર હાલત કફોડી