ગુજરાતમાં બોગસ એડમિશનની ફરિયાદ ગાંધીનગર: દેશ અને રાજ્યના તમામ ગરીબ બાળકો સારું શિક્ષણ મેળવે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા RTE (રાઈટ ટુ એજ્યુકેશન) પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં બોગસ એડમિશન થતા હોવાનું સરકારને ફરિયાદ પ્રાપ્ત થઈ હતી ત્યારે આ વર્ષે એજ્યુકેશન અંતર્ગત એડમિશન પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન પાનકાર્ડ ફરજિયાત કરાતા બોગસ એડમિશન ઝડપાયા છે. જેમાં અત્યારસુધીમાં 1291 બોગસ એડમિશન રદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત ઋષિકેશ પટેલે કરી હતી.
1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ:રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે RTE એક્ટ – 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ માટેની ઉપલબ્ધ 82 હજારથી વધુ જગ્યાઓ સામે 98 હજારથી વધુ અરજીઓ મળી હતી. જે ગત વર્ષ કરતા ઓછી છે જ્યારે આ વર્ષમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન પ્રોસેસ દરમિયાન વાલીઓના પાનકાર્ડ ફરજિયાત માંગતા અરજીઓ ઓછા પ્રમાણમાં સરકારને પ્રાપ્ત થઈ છે. જ્યારે તેમ છતાં પણ ખોટી અરજી કરનારા અને એડમિશન લેનારા એવા RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં બોગસ એડમિશનની ફરિયાદ કેટલા બાળકોને મળ્યો પ્રવેશ: પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તેઓ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.
કેટલા બાળકોને મળ્યો પ્રવેશ: પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તઆ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.
25 ટકા અને 6 કિલોમીટરનો નિયમ:રાજ્ય સરકારના ઋષિકેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં 9863 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં 25 ટકા મુજબ 82,853 જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ 98,650 અરજીઓ મળી છે. તે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 54903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 48890 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.
4966 જેટલા બાળકોને પ્રવેશ:પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી 1130 જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ 29 મેં સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા 5 જૂન સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે.
કરોડો રૂપિયાની ફાળવણી:શૈક્ષણિક વર્ષ 2022-23 અંતર્ગત 9958 શાળાઓમાં 25 ટકા લેખે ઉપલબ્ધ 71,452 જગ્યાઓ પર ૨૧૮૨૨૮ અરજીઓ મળી હતી, તે પૈકી 1,76,445 અરજીઓ જિલ્લા કક્ષાએ માન્ય થઈ હતી અને 41,783 અરજીઓ અમાન્ય ઠરી હતી. પ્રવેશ પ્રક્રિયાના 4 રાઉન્ડ બાદ એકદંરે 64,395 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 3000 લેખે 140.41 કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને રૂપિયા 13675 લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. 521.92 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.
અનેક શાળામાં હજુ જગ્યાઓ ખાલી:RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 30,127 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની 14,546 અંગ્રેજી માધ્યમની 12,466 હિન્દી માધ્યમની 2828 તથા અન્ય માધ્યમની 287 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 13,299 અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા. 23 મેં થી 25 મેં દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ 838 અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના 5061 અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.
- RTE Admission scam: રાજ્યમાં RTE હેઠળ 621 એડમીશન રદ, ખોટા દસ્તાવેજ અને નામથી લીધા હતા એડમીશન
- RTE Admission: રાજકોટમાં એડમિશન ગેરરીતિ મામલો, 400 વિદ્યાર્થીઓના RTE પ્રવેશ રદ
- RTE Admission in Rajkot : આરટીઇ હેઠળ ભણવા માગતાં બાળકોને પતરાવાળી ઓરડીમાં એડમિશન અપાયું