હાર્ટ એટેકના બનાવો વધતાં સરકાર સચેત ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2022 કરતા વર્ષ 2023માં હાર્ટ એટેકના કિસ્સાઓ વધુ નોંધાયા છે. વર્ષ 2022ના 12 મહિનામાં 49,321 કેસ 108માં નોંધાયા છે ત્યારે વર્ષ 2023 ના સપ્ટેમ્બર માસ સુધીમાં જ સમગ્ર ગુજરાતમાં 47,202 હાર્ટ એટેક અને હાર્ટની બીમારી સાથેના કેસો નોંધાયા છે. ત્યારે નવરાત્રી 2023માં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મોટા ગરબા સ્થળોએ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ રાખવાની કડક સૂચના આપી છે. ત્યારે હાર્ટ એટેક અને અન્ય રોગોનો ભોગ યુવાનો ન બને તે માટે રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે 30 વર્ષ થી ઉપરના તમામ નાગરિકોને મેડિકલ ચેકઅપ કરાવવાની અપીલ કરી છે.
આરોગ્ય બાબતે શું કહ્યું ઋષિકેશ પટેલે? : રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ નવરાત્રી 2023 ની ગાઈડલાઈન બાબતે નિવેદન આપી રહ્યા હતા તે દરમિયાન જણાવ્યું હતું.30 વર્ષ પછીના તમામ નાગરિકોએ ફરજિયાતપણે હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું હતું.
હાલમાં ગુજરાતમાં પ્રતિ દિવસના બે કેસ હાર્ટ એટેકના નોંધાઈ રહ્યા છે ત્યારે તમામ વ્યક્તિએ કે જેની ઉંમર 30 વર્ષથી વધુ છે તેઓએ મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. મેડિકલ ચેકઅપના કારણે હાર્ટ એટેક અને અન્ય કોઈપણ રોગ શરૂઆતમાં જ નિદાન કરી શકાય છે અને દર્દીનો જીવ પણ બચાવી શકાય છે...ઋષિકેશ પટેલ ( આરોગ્યપ્રધાન )
નગરપાલિકા, કોર્પોરેશન અને 108ની ટીમ પોઇન્ટ ઉભા કરશે : રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નવરાત્રી 2023માં હાર્ટ એટેકના કિસ્સાને ધ્યાનમાં લઈને નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહાનગરપાલિકા નગરપાલિકામાં જે જગ્યા ઉપર મોટા પ્રમાણમાં ગરબા આયોજન કરવામાં આવશે તેવી જગ્યા ઉપર સ્થાનિક તંત્ર અને 108 ના આરોગ્ય પોઇન્ટ ઉભા કરવામાં આવશે. જેમાં મેડિકલ ટીમ પણ હાજર રહેશે. જો ઇમરજન્સીમાં આવો કોઈ કેસ કે બનાવ આવશે તો તાત્કાલિક ધોરણે ગોલ્ડન મોમેન્ટમાં દર્દીની પ્રાથમિક સારવાર કરીને સ્પેશિયાલિસ્ટ ડોકટર જોડે વધુ સારવાર કરવા માટે ખસેડવામાં આવશે. જેથી કોઈએ જીવ પણ ગુમાવવો નહીં પડે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં CHC અને PHC સેન્ટર પર ડોકટરોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
2013 થી મેડિકલ ટીમને સાથે રાખીને નવરાત્રીનું આયોજન : અમદાવાદના ખાનગી ગ્રુપમાં ગરબાનું આયોજન કરતા નીલ પટેલે ઈટીવી ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વર્ષ 2013 થી મોટાભાઈ ગરબાનું આયોજન કરીએ છીએ પરંતુ એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમને સાથે રાખીને જ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેના કારણે કોઈપણ ખેલૈયાઓને કંઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક સારવાર મળી શકે જ્યારે માની માંડવી રાસલીલાના આયોજક હેપી પટેલે પણ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સરકારની ગાઈડલાઈન મુજબ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની વ્યવસ્થા તો કરવાના છીએ પરંતુ સિક્યુરિટીના ઉદ્દેશ સાથે જે બાઉન્સરો રાખવામાં આવશે તેને પણ અમે CPR ની ટ્રેનિંગ આપીશું જેથી ગોલ્ડન મોમેન્ટમાં ખેલૈયાઓના જીવ બચાવી શકાય.
નવરાત્રીમાં કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ એક્ટીવ: ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી તહેવારના દિવસે મારામારીની ઘટનાઓ સામે આવી છે ત્યારે નવરાત્રીમાં કોઈપણ મારામારીની ઘટનાઓ સામે ન આવે તેને ધ્યાનમાં લઈને જણાવ્યું હતું કે નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈપણ મારામારી અથવા તો રાજ્યના વાતાવરણને બગાડવાની એક પણ ઘટના ન થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને નવરાત્રીના સમયગાળા દરમિયાન રાત્રીના સમયે પણ ટ્રાફિક પોલીસ હાજર રહેશે, જ્યારે પોલીસ શી ટીમ પણ હાજર રહેશે.
- Navratri Heart Attack Case : ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ETV BHARAT નો વિશેષ અહેવાલ, જાણો હાર્ટ એટેકથી બચવાના ઉપાય
- Navratri 2023 in Kutch : ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલા સહિત ઇમરજન્સીને પહોંચી વળવા ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ગોઠવાશે
- Navratri 2023 : આ નવરાત્રી બનશે વધુ સુરક્ષિત, સુરતના ગરબા આયોજકો દ્વારા ખાસ આયોજન