- આજે રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ
- ભવ્ય કાર્યક્રમને લઇને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકના સમયમાં કર્યો ફેરફાર
- રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સવારે 10 કલાકની આસપાસ મળશે
- શિલાયન્સ કાર્યક્રમ જીવંત જોઈ શકાય તે માટે કેબિનેટના સમયમાં ફેરફાર
ગાંધીનગર: અયોધ્યામાં આજે રામ મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ છે. ભવ્ય કાર્યક્રમને લઇને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકના સમયમાં ફેરફાર કર્યો છે. દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સવારે 10 કલાકની આસપાસ મળે છે, ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ હોવાથી કેબિનેટ બેઠક બપોરે 2 કલાક કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં ભવ્ય ધામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને લઈને આજે ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં પણ સમય અચાનક બદલીને 2:00 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે સચિવાલયમાં સવારે અયોધ્યાના રામ મંદિરના ભૂમિ પૂજનનું જીવંત પ્રસારણ જોવાય એટલા માટે રાજ્ય સરકારે કેબિનેટના સમયમાં ફેરફાર કર્યો હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે.