ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીના શપથ સમારોહમાં રૂપાણી પ્રધાનમંડળ રહેશે હાજર... - NationalNews

ગાંઘીનગરઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ભાજપ પક્ષ દ્વારા ગુજરાત સરકારના મંત્રી મંડળને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુરૂવારના રોજ યોજાનારા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ પ્રધાનો દિલ્હી ખાતે શપથ સમારોહમાં હાજર રહેશે.

vijayrupahttp://10.10.50.85:6060/finalout4/gujarat-nle/thumbnail/29-May-2019/3416372_thumbnail_3x2_sdvas.jpgni

By

Published : May 29, 2019, 5:26 PM IST

ગુજરાત ભાજપ પક્ષ તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર ભાજપ પક્ષ દ્વારા રાજ્યના તમામ પ્રધાનોને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેવાનુ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનારા ભવ્ય શપથગ્રહણ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિતના તમામ મંત્રીઓ હાજર રહેશે. જ્યારે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સાથે ભાજપ પક્ષના કદાવર નેતાઓ પણ વડાપ્રધાન મોદીની શપથ ગ્રહણમાં હાજરી આપશે.

ABOUT THE AUTHOR

...view details