ગાંધીનગરઃરાઇટ ટુ એજ્યુકેશન( Right to education)અંતર્ગત વર્ષ 2020-21માં 98,312 અને વર્ષ 2021-22 માં 75,503 બાળકો મળી કુલ 1,73,815 બાળકોને પ્રવેશ મળવાપાત્ર હતો. પરંતુ વર્ષ 2020-21માં 78,979 અને વર્ષ 2021-22માં 64,175 બાળકો મળી કુલ 01,40,164 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ બે વર્ષમાં 30,651બાળકોનેઓછો (RTE Act)પ્રવેશ અપાયો છે.
કયાં જિલ્લામાં પ્રવેશ વધુ અને કયા જિલ્લામાં ઓછો?
રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત(Equal educational opportunity for children )ખાનગી શાળાઓમાં સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, મોરબી અને રાજકોટમાં પ્રવેશ અપાયો છે. જ્યારે નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, બોટાદ ડાંગ અને તાપીમાં સૌથી ઓછો પ્રવેશ અપાયો છે.