ગુજરાત

gujarat

ETV Bharat / state

જુના સચિવાલય બાદ તસ્કરોએ ગાંધીનગર કોર્ટમાં કર્યો હાથફેરો - ટાટા સુમો કારની ચોરી

ગાંધીનગરઃ પાટનગરમાં બેફામ બનેલા તસ્કરોએ જુના સચિવાલયમાં આવેલા બ્લોક નંબર 20માંથી ટાટા સુમો કારની ચોરી કરી હતી, ત્યાર બાદ એક દિવસ પહેલાં જ સેક્ટર 7માં રહેતા ગુજરાતી ટીવી સિરિયલના કલાકારના ઘરમાં હાથ ફેરો કર્યો હતો. હવે કોર્ટમાં હાથફેરો કર્યો છે. સેક્ટર-11 કોર્ટ બિલ્ડિંગમાં આવેલા ત્રીજા માળે આવેલા કોર્ટ રૂમનું તાળુ તુટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રીજા માળે આવેલી લોખંડની બે જાળીનું લોક અને કોર્ટ રૂમનું ઈન્ટરલોક તોડીના ઘૂસેલા તસ્કરો ખરેખર શું લઈ ગયા છે તે અંગે હજુ ચકાસણી ચાલી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Sep 24, 2019, 11:36 PM IST

ગાંધીનગર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા નાઝર નિલેશકુમાર જાદવે કોર્ટમાં તાળા તૂટવા અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સાંજે સવા છ વાગ્યાના સુમારે પ્યુન દ્વારા કોર્ટ બંધ કરાયા બાદ બીજા દિવસે સવારે પોણા દશ વાગ્યે સફાઈ કામદાર આવ્યા ત્યારે ત્રીજા માળે આવેલી મેઈન લોખંડની જાળીનો આંકડો તથા અંદરની લોબીની જાળીનું લોક તૂટેલ હતું. ગાંધીનગરમાં નવામાં એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. આર. પરમારની કોર્ટ રૂમના દરવાજાનું ઈન્ટરલોક તૂટેલી હાલતમાં હતું.

જુના સચિવાલય બાદ તસ્કરોએ ગાંધીનગર કોર્ટમાં કર્યો હાથફેરો

કોર્ટના સ્ટાફ દ્વારા ચેક કરતાં કોઈ વસ્તુની ચોરી થઈ નથી. પરંતુ, દસ્તાવેજ અંગે હજુ ચકાસણી કરાઈ હતી. સમગ્ર કોર્ટ સંકૂલ CCTV કેમેરાથી સજ્જ છે. ત્યારે, ચાલાક તસ્કરોએ ત્રીજા માળે લોબીમાં આવેલા CCTV કેમેરામાં રૂમાલ નાખી દીધો હતો. જેને પગલે તેઓ CCTVમાં કેદ ન થઈ જાય. હાલ તો સમગ્ર કેસમાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details