ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં તંત્રની પોલી ખુલી રહી છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ હાલત થઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રોડ રસ્તા તૂટવાની ફરિયાદ ગાંધીનગર સુધી આવી હતી. જેમાં ઇજનેર વિભાગને સૂચના આપીને રોડનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેનો રિપોર્ટ 27 ઓગસ્ટના રોજ મળશે.
- રાજ્યમાં સિઝનનો 100 ટકા વરસાદ
- નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલે કહ્યું કે, વરસાદના રોડ તો તૂટે
- રાજ્યમાં રોડ રસ્તા બાબતે સર્વે થયો
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, અધિકારીઓની સાથે બેઠક યોજીને કયા રસ્તા તૂટી ગયા છે, તે અંગેનો સંપુર્ણ અહેવાલ રજૂ કરવામાં આવશે. જ્યારે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે રસ્તાઓનું સમારકામ થઈ શકે છે. તેવા રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવે જ્યારે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. ત્યારે જ તમામ રસ્તાઓ દિવાળી સુધીમાં ફરીથી સમારકામ કરી દેવામાં આવશે.
રાજ્યમાં રોડ રસ્તા બાબતે સર્વે થયો આ ઉપરાંત કોન્ટ્રાક્ટર બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રસ્તાઓ કોન્ટ્રાક્ટર્સ બનાવે છે. તેમના ત્રણ વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે. જો ત્રણ વર્ષની અંદર રસ્તાઓ તૂટી જાય તો તેઓને ફરીથી રસ્તા બનાવવા પડે છે. જેનું સરકારને કોઈ ચૂકવણું કરવું પડતું નથી.