ગુજરાત

gujarat

ETV Bharat / state

રોડ સેફ્ટી વીકનો આરંભ, અકસ્માતો માટેનું મોટું કારણ સામે આવ્યું

ગાંધીનગરઃ ગાંધીનગરમાં 31માં રોડ સેફ્ટી વીકનો પ્રારંભ થયો છે. ખાસ તો વિદ્યાર્થીઓ બેરોકટોકપણે વાહનો ચલાવતાં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાના કારણે મોટી સંખ્યામાં અકસ્માતોનો કોળીયો બની જતાં હોય છે. ત્યારે સુરક્ષા મુદ્દે જનજાગૃતિના હેતુથી દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ આરટીઓ અને માય સ્કૂલ બસ દ્વારા રોડ સેફ્ટી અંગે કેટલીક મહત્ત્વની બાબતો લોકોને સમજાવવામાં આવી હતી. જેમાં અકસ્માતો અંગે એક મોટું કારણ પણ સામે આવ્યું હતું.

માર્ગ સુરક્ષા મુદ્દે જનજાગૃતિ કેળવાઈ
ગાંધીનગરમાં રોડ સેફ્ટી વીકનો કાર્યક્રમ યોજાયો

By

Published : Jan 16, 2020, 8:01 PM IST

દેશ અને રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. વધતાં જતાં રોડ અકસ્માતોની સંખ્યાને ઘટાડવા કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે રોડ અકસ્માતોને ઘટાડવા માટે શાળા કોલેજો અને યૂનિવર્સીટીઓમાં વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગેની માહિતી આપવામાં આવે છે. ગાંધીનગર પાસે ઉવારસદના આવેલી કર્ણાવતી યૂનિવર્સિટી ખાતે 31માં રાષ્ટ્રીય રોડ સેફ્ટી અઠવાડીયા જાગૃતિ અભિયાનના ભાગરૂપે અમદાવાદ આરટીઓ અને માય સ્કુલ બસ દ્વારા રોડ સેફ્ટીની માહિતી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કૉલેજમાં સપ્તાહની ઉજવણીની શરૂઆત કરાઈ હતી

રોડ સેફ્ટી વીકનો આરંભ, અકસ્માતો માટેનું મોટું કારણ સામે આવ્યું

રાજ્યમાં અકસ્માત નિવારવા માટે સરકાર દ્રારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. છતાં અકસ્માતોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. શાળાના વિધાર્થીઓને માતાપિતા દ્રારા બેરોકટોક વાહનો આપવામા આવે છે. ગુજરાત સરકારના રોડ સેફ્ટી વિભાગના અધિકારી એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી અંગેની જાગૃતિ કેળવવામાં આવી હતી. યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સૂરક્ષા પેટી, હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું કેમ અગત્યનું છે તે અંગેની સવિસ્તર માહિતી આપવામાં આવી હતી.

આ દરમિયાન રોડ સેફ્ટી અંગે માહિતી આપતા આંખના ડોક્ટર તેજલ દલાલે જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકોમાં એવી માન્યતા હોય છે કે, અકસ્માત થવા પાછળનું કારણ ઓવર સ્પીડ હોય છે. પણ હકીકતે 60 ટકા જેટલા અકસ્માતો આંખનું ઓછું વિઝન હોવાને લીધે થાય છે. જેઓએ 2 વર્ષમાં એકપણ વાર આંખોનું ચેકઅપ નથી કરાવ્યું તેઓએ તરત જ વિઝન ચેકઅપ કરાવી લેવું જોઇએ. આમ આંખો ચેકઅપ કરાવીને દ્રષ્ટિક્ષમતા સુધારી અકસ્માત ઘટાડી શકાય છે.


એસ.એ. મોજણીદાર, ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ગુજરાત સરકાર

ABOUT THE AUTHOR

...view details