રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કર્યા બાદ કેન્દ્રીય રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કેમ કરવામાં આવ્યું, તે અંગેનો ખુલાસો માગવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે રીતે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. તે અંગે કેન્દ્રીય સેફ્ટી ઓથોરિટી દ્વારા મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો છે. જે મુખ્ય સચિવ આગામી ટૂંક દિવસમાં તમામ જવાબ સાથે રોડ સેફટી અધિકારીને લેખિતમાં જવાબ આપશે. સાથે જ આ રાજ્ય સરકારે જે હેલ્મેટ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે તે ફક્ત ટૂંક સમય માટે જ લેવામાં આવ્યો હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.
હેલમેટ મરજીયાત મુદ્દે કેન્દ્રીય રોડ સેફટીનો ગુજરાત સરકારને પત્ર : હેલ્મેટ કેમ મરજીયાત કર્યું ???
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ટ્રાફિકના નવા નિયમો ફરજિયાત લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પણ નવા ટ્રાફિક નિયમો લાગુ તો કર્યા પણ કેટલાક દિવસ બાદ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું હતું. ફક્ત હાઇવે જેવા વિસ્તારમાં જ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય રોડ સેફટી ઓથોરિટી દ્વારા ગુજરાત સરકારને પત્ર લખીને શા માટે હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું તે અંગેની સૂચના અપાઇ છે.
હેલ્મેટ
જ્યારે બુધવારે મળેલી કેબિનેટમાં વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુને હેલ્મેટ અંગેનો પ્રશ્ન પૂછતા આર.સી.ફળદુ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને આવો કોઈ જ પત્ર મળ્યો નથી તથા આ વાતથી તેઓ અજાણ હોવાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજકોટ શહેરમાં જ હેલ્મેટનો ભારે વિરોધ હોવાના કારણે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હોય તેવું પણ વાતો સચિવાલયમાં ચર્ચાનો વિષય બની હતી.
Last Updated : Dec 19, 2019, 5:17 PM IST