ગુજરાત

gujarat

ETV Bharat / state

ICMRએ રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી, જાણો શું છે નવા નિયમો?

રાજ્યમાં કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેનો અમલ ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવે ICMR દ્વારા રીવાઈઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરાઈ હતી.

ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી, શુ છે નવા નિયમો ?
ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી, શુ છે નવા નિયમો ?

By

Published : May 9, 2020, 11:57 PM IST


ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેનો અમલ ગુજરાત રાજ્યમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવે ICMR દ્વારા રીવાઈઝ્ડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરાઈ હતી.

આજે નિયમો જાહેર કરતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, એસિમ્પ્ટોમેટિક કે ખૂબ જ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને RT-PCR ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMRની નવી રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવેથી કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો તેવા દર્દીઓના જ એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાએ ડિસ્ચાર્જ પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘરે જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ-19નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

ABOUT THE AUTHOR

...view details