ગાંધીનગર : ગુજરાત સરકારે કોરોના કાળ દરમિયાન 10 કરોડથી વધુ રસીકરણના (Dosage of vaccination in Gujarat) ડોઝ આપ્યા છે. તે બદલ રાજ્યના આરોગ્ય વિભાગ અને આરોગ્ય કર્મચારીઓને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભવિષ્યના આયોજનની જો વાત કરવામાં આવે તો હવે રાજ્ય સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે 24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો (Garib Kalyan Mela Gujarat) અને 18 અને 19 ફેબ્રુઆરીના રોજ મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
"રાજ્યમાં ચેરિટી કોર્ટના સંકુલ તૈયાર કરવામાં આવશે"
કેબિનેટ બેઠક બાદ રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 6 ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે રીતે કોર્ટ સંકુલનું લોકાર્પણ (Dedication of Court Complex at Dahod) કરવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં એક સાથે સાત જિલ્લામાં ચેરિટી કોર્ટનું લોકાર્પણ (Dedication of Charity Court in Gujarat) રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 3,24,294 ટ્રસ્ટ રજીસ્ટર કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષથી 18 હજારથી વધુ કેસો ચેરિટીના પેન્ડિગ હતા. આ તમામ કેસોમાંથી હજી પણ તે હજાર જેટલા પ્રશ્નો પેન્ડીંગમાં છે.
"ચાર કરોડ ટ્રસ્ટના દસ્તાવેજ ડિજિટલ"
જ્યારે આગામી સમયમાં તમામ ચેરિટી કેસોનું (Charity Pending Cases in Gujarat) નિરાકરણ થાય તે બાબતનું આયોજન પણ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ કોરોના કાળના કારણે તમામ મોટી કાર્યવાહી બંધ હતી. ત્યારે ટ્રસ્ટ હેઠળના કેસો કોરોના કાળ દરમિયાન કુલ સાત હજાર જેટલા નિકાલ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ચાર કરોડ ટ્રસ્ટના દસ્તાવેજ પણ ડિજિટલ કરવામાં આવ્યા છે. જેથી ઓનલાઈન ટ્રસ્ટમાં કેટલા નવા મેમ્બર ઉમેરાયા અને કેટલા નવા ટ્રસ્ટીઓ આવ્યા તેમજ કેટલાક જૂના ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યું તે તમામ પ્રકારની વિગતો ઓનલાઇન પ્રાપ્ત થઇ શકશે.
મહેસુલ મેળાનું આયોજન