ગાંધીનગર : પાઠ્યપુસ્તક મંડળમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવી રહેલા આર.એચ નાયકને કોઈપણ કારણોસર બદલવામાં આવતા ન હતા, પરંતુ આ કૌભાંડ એકાએક સામે આવ્યા બાદ એકાએક તેમની બદલી કરી દેવામાં આવી છે. આર.એચ નાયક મંડળની ઓફીસમાં આવેલી શાખામાં ફરજ બજાવતા હતા. જેમની સેક્ટર 25 ગોડાઉન ખાતે બદલી દેવામાં આવી હતી. 18 કર્મચારીઓની બદલીના ત્રણ મહિના બાદ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નાયકને ફરીથી જૂની જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે
પાઠ્યપુસ્તક મંડળમાં કૌભાંડ બાદ કરાયેલી બદલીના 3 મહિના બાદ કર્મચારીની વાપસી, અન્ય કર્મીઓમા છુપો રોષ - gandhinagar news
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી આશરે 42 લાખના પુસ્તકોની ચોરી થયા બાદ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એક કાયમી કર્મચારી અને બે આઉટસોર્સ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આ ઘટનાના બે દિવસ બાદ પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લાં 25 વર્ષથી ચીપકી રહેલા એક કર્મચારી સાથે 18 કર્મચારીઓની બદલી કરી દેવાઈ હતી. જેના બિલકુલ ત્રણ મહિના બાદ એક કર્મચારીની વાપસી થતા અન્ય કર્મચારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

પાઠ્યપુસ્તક મંડળમાં કૌભાંડ બાદ કરાયેલી બદલીના 3 મહિના બાદ કર્મચારીની વાપસી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિનિયર ક્લાર્ક નાયકે બીમારીના કારણને લઈને પુનઃ પાઠ્યપુસ્તક મંડળની ઓફીસમાં નિંમણૂક આપવામાં આવી છે. જેને લઇને અહીંના કર્મચારીઓમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠયો છે. એક કર્મચારીએ કહ્યું કે, અહીંયા પહેલા પણ લાગવગથી જ કામ થતું હતું અને હવે ગોડાઉનના 42 લાખના પુસ્તકોની ચોરી નથી, પરંતુ ઉચાપતનો કેસ કરાયા બાદ આ મામલો થાળે પડી ગયો છે, ત્યારે બદલીના બિલકુલ ત્રણ મહિનામાં કર્મચારીને ફરીથી તે જગ્યા ઉપર નિંમણૂક કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 19, 2020, 1:39 PM IST