ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક - Gandhinagar

રાજ્યના રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુરૂવારે તેઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. આ બાબતે ગૃહ અને કાયદા રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે.ગુરૂવારે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

etv bharat
ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ

By

Published : Sep 3, 2020, 8:41 PM IST

ગાંઘીનગર : રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુરૂવારે તેઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. આ બાબતે ગૃહ અને કાયદા રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે.ગુરૂવારે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

માનવ અધિકાર આયોગના અધ્યક્ષ રવિકુમાર ત્રિપાઠીને અભિનંદન આપતા ગૃહ અને કાયદા રાજ્યપ્રધાન જાડેજાએ જણાવ્યું હતું કે રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે મણીપુર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અભિલાષાકુમારીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેઓની લોકપાલ કમિટિ ઓફ ઇન્ડીયાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતાં તેઓએ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે રાજીનામુ આપતાં આ જગ્યા ખાલી હતી. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્તિ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ પસંદગી સમિતિની ભલામણને ધ્યાને લઇ, ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠીની ત્રણ વર્ષ સુધીની મુદત માટે નિમણૂક કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ત્રિપાઠીએ ભારત સરકારના કાયદાપંચમાં માર્ચ-2016 થી 31 ઓગષ્ટ-2018 સુધી મહત્વની જવાબદારી નિભાવીને અમૂલ્ય સેવાઓ પુરી પાડી છે.

ABOUT THE AUTHOR

...view details