ગાંધીનગર : માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ત્યારે 71.34 ટકા પરિણામ આવી છે. ગુજરાત જેમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.69 આવ્યું છે. રાજકોટ જીલ્લો ગત વર્ષે પણ પ્રથમ હતો. તો સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જીલ્લાનું 32.64 ટકા આવ્યું છે. જે ગત વર્ષે પણ સૌથી ઓછા પરિણામમાં હતું. સૌથી વધુ કેન્દ્ર અને સૌથી ઓછું કેન્દ્ર પણ ગત વર્ષે જે હતું, તે જ આ વર્ષે આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 23.2 આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગત વર્ષે બોડેલી હતું.A1 ગ્રેડની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા જાહેર, A1 ગ્રેડમા 44 વિદ્યાર્થી - ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. 139 કેન્દ્રો ઉપર લેવાયેલી પરીક્ષામાં એક 42117 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 116643 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 1,16,494 પરીક્ષાઓ હાજર રહ્યા હતા. જેમાં 83111 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા લાયક બન્યા છે. જ્યારે રાજ્યનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા - 56 પોઇન્ટ ઓછું છે.
રાજ્યમાં શિક્ષણ સુધારણાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ તે પરિણામમાં જોવા મળતું નથી. જાહેર થયેલા પરિણામમાં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ જાહેર થયેલા પરિણામમાં 68 શાખાઓ એવી છે. જેનું પરિણામ 10 ટકા ઓછું આવ્યું છે,જે સંખ્યા ગત વર્ષે 49 હતી.
ગેરરીતિના કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો
આ જાહેર થયેલા પરિણામમાં કોપીકેસની સંખ્યામાં ચોક્કસ ઘટાડો જોવા મળે છે. ગત વર્ષે 365 વિદ્યાર્થીઓ કોપીકેસમાં પકડાયા હતા. જ્યારે આ જાહેર થયેલા પરિણામમાં માત્ર 127 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હોય તેવું જણાવાયું છે.
રાજ્યમાં કોઈ વિદ્યાર્થીને ગુણપત્રક મળશે નહીં
માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ, પટેલે કહ્યું કે, રાજ્યમાં કોરોનાવાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે કોઈ વિદ્યાર્થીઓ ગુણપત્રક મેળવવા પડાપડી કરે નહીં. આજે કોઈ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મળશે નહીં. સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુણપત્રક આપવામાં આવશે.